GSTV

‘ભારતની વસતિ જ એટલી છે કે મોદીના ફેસબુક ફોલોઅર્સ વધારે જ હોય’ : કહી ટ્રમ્પે ભારતની વસતિ વધારી દીધી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુકમાં નંબર વન હોવાનો દાવો કરીને કહ્યું હતું કે બીજા નંબરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, કારણ કે ભારતની વસતિ 150 કરોડ છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમમાં રમૂજ કરતા કરતા કહ્યું હતું કે ત્રણ સપ્તાહ પહેલાં ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ મને મળ્યા ત્યારે તેણે મને અભિનંદન આપ્યા હતા. મેં પૂછ્યું કે અભિનંદન કઈ બાબત માટે આપો છો? તો તેણે કહ્યું હતું કે તમે ફેસબુકમાં નંબર વન પોપ્યુલર નેતા છો.તમારા સૌથી વધુ ફોલોઅર્સ છે. એ પછી બીજા નંબરે નરેન્દ્ર મોદી છે. ટ્રમ્પે કહ્યું હતું કે મેં નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. મેં તેમને કહ્યું કે તમને ભારતની 150 કરોડની વસતિનો ફાયદો મળે છે. જ્યારે મારી પાસે તો 32.5 કરોડ અમેરિકનો જ છે છતાં હું નંબર વન છું.

ભારતની વસતિ 130 કરોડ જ છે

જોકે, હકીકત ટ્રમ્પના દાવા કરતા અલગ છે. ફેસબુકમાં મોદીના ફોલોઅર્સની સંખ્યા ચાર કરોડ 40 લાખ છે, જ્યારે ટ્રમ્પના ફોલોઅર્સ બે કરોડ સાંઈઠ લાખ છે. ટ્રમ્પે ભારતની વસતિ બાબતે પણ એ ભાષણમાં ખોટો આંકડો આપ્યો હતો. અત્યારે ભારતની વસતિનો સત્તાવાર આંકડો 130 કરોડનો છે.

ફેસબુકમાં હું નંબર વન છું મોદી બીજા

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અગાઉ પણ ફેસબુકની લોકપ્રિયતા બાબતે જાહેરમાં નંબર વન હોવાનો દાવો કરી ચૂક્યા છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વખતે એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે હું ફેસબુકમાં સૌથી લોકપ્રિય નેતાઓના લિસ્ટમાં પહેલા નંબરે છું અને બીજા નંબરે ભારતના નરેન્દ્ર મોદી છે.

READ ALSO

Related posts

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi

6 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંક 128, કુલ 21 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

Pravin Makwana

જમ્મૂ કાશ્મીર : સેનાએ ઠાર કર્યા વધુ પાંચ આતંકી, 24 કલાકમાં નવનો ખાત્મો, ત્રણ જવાન પણ શહીદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!