GSTV
Home » News » ના હોય! ભારતમાં પણ વસેલુ છે આખઆખું ‘પાકિસ્તાન’, અહીં મુસ્લિમોનો નહી પરંતુ હિન્દુઓનો છે વસવાટ

ના હોય! ભારતમાં પણ વસેલુ છે આખઆખું ‘પાકિસ્તાન’, અહીં મુસ્લિમોનો નહી પરંતુ હિન્દુઓનો છે વસવાટ

પાકિસ્તાનનું નામ સાંભળતાં જ જ્યાં કોના ભવાં ઉંચા થઇ જાય છે, લોકો ગુસ્સામાં લાલ ચોળ થઇ જાય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ભારતમાં પણ એક પાકિસ્તાન વસેલુ છે. જો કે આ પાકિસ્તાનમાં એક પણ મુસ્લિમ નહી પરંતુ તમામ હિન્દુ લોકો રહે છે. બિહારના પૂર્ણિયા જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર શ્રીનગર પ્રખંડની સિંધિયા પંચાયતમાં એક ગામ છે જેનું નામ પાકિસ્તાન છે. આ ગામની કુલ વસ્તી 1200 છે.

આ ગામમાં સંથાલ આદિવાસીઓની વસ્તી છે જે હિન્દુ ધર્મનું પાલન કરે છે. આ વિસ્તાર શહેરી વસ્તીથી બિલકુલ દૂર છે. અહીંના લોકો હિન્દી ભાષા પણ બોલી નથી શકતાં. આ લોકો મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ વિસ્તારમાં સરકારી સુવિધાઓનો અભાવ છે. અહીં ન તો સ્કૂલ છે અને ન તો હોસ્પિટલ. પાકિસ્તાનથી આશરે 12 કિલોમીટરના અંતરે પ્રાથમિક સારવાર કેન્દ્ર આવેલું છે જ્યારે સ્કૂલ આશરે 2 કિલોમીટરના અંતરે છે.

આ ગામનું નામ પાકિસ્તાન કેવી રીતે પડ્યું, તેનો કોઇ ચોક્કસ જવાબ તો નથી પરંતુ અહીંના કેટલાંક લોકોએ જણાવ્યું કે આ ગામમાં પહેલાં પાકિસ્તાની લોકો રહેતાં હતાં. આઝાદી બાદ તેમને બીજા સ્થળે ખસેડવામાં આવ્યાં અને જે લોકો અહીં રહેવા માટે આવ્યાં તેમણે આ ગામનું નામ પાકિસ્તાન રાખ્યું.

Read Also

Related posts

જુસબ અલારખાને ઝડપી પાડનારી ચાર મહિલા પોલીસ ઓફિસરનું સન્માન કરાયું

Mayur

અમદાવાદીઓની પરેશાની : વરસાદ પડે છે પણ મન મુકીને વરસતો નથી

Mayur

માન્યામાં ન આવે, આ મહિલાને પુરુષોનો અવાજ સંભળાતો જ નથી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!