GSTV
Home » News » ચંદ્રયાન 2 બાદ મોદી સરકાર માટે આવ્યા બીજા મોટા ખુશીના સમાચાર

ચંદ્રયાન 2 બાદ મોદી સરકાર માટે આવ્યા બીજા મોટા ખુશીના સમાચાર

જીએટી જેવા સુધારાત્મક પગલાઓને કારને નાણાકીય વર્ષ 2020-21થી ભારતનો જીડીપી આઠ ટકાથી વધુ રહેશે તેમ નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જણાવ્યું છે. યુનાઇટેડ નેશન્સના વડા મથક ખાતે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ વિષય પર હાઇ લેવલ પોલિટિકલ ફોરમ મિનિસ્ટરીયલ મિટિંગમાં ભાગ લેવા માટે નામાંકિત અર્થશાસ્ત્રી રાજીવ કુમાર અમેરિકામાં હતાં. ન્યૂયોર્કમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયામાં આયોજિત ‘ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ સેમિનાર’ વિષય રાજીવ કુમારે ભાષણ આપ્યું હતું. 

આ ભાષણ દરમિયાન કુમારે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં મોદી સરકાર દેશનો જીડીપી સાત ટકાથી વધારે આઠ ટકાથી વધુ લઇ જવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેથી કરીને ભારત 2024 સુધીમાં ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરને આંબી શકે. કુમારે પત્રકારોને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું અંગત રીતે માનું છું કે નાણાકીય વર્ષ 2020-21થી ભારતીય અર્થતંત્ર આઠ ટકાથી વધુના દરે વિકાસ કરશે અને આ વલણ આગામી કેટલાક વર્ષો સુધી જારી રહેશે.

જીએસટી અને ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડના અમલ જેવા સુધારાને કારણે આઠ ટકાથી વધુનો જીડીપી હાંસલ કરવાનો પાયો નાખી દેવામાં આવ્યો છે. આપણો દેશ દસ ટકા સુધીનો જીડીપી હાંસલ કરવા સક્ષમ છે. નોકરીની તકો અંગે પૂછવામાં આવતા કુમારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં મોટા પાયે નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે.જો છેલ્લા પાંચ વર્ષમાં નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું ન હોત તો પ્રજાએ જંગી બહુમતીથી ફરીથી નરેન્દ્ર મોદી સરકારને વિજય અપાવ્યો ન હોત.

READ ALSO

Related posts

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!