GSTV
Home » News » જો આમ જ ખુશ ખબરીઓ આવતી રહી તો નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનતા કોઈ નહીં રોકી શકે

જો આમ જ ખુશ ખબરીઓ આવતી રહી તો નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનતા કોઈ નહીં રોકી શકે

વર્લ્ડ બેન્કના ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં ભારતની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ગ્રોથ 7.3 ટકા રહેવાનું અનુમાન યથાવત રાખ્યું છે. એટલે કે, આગામી બે વર્ષોમાં વિકાસ દર 7.5 ટકા રહેવાની અપેક્ષા છે. વપરાશ અને રોકાણમાં વૃદ્ધિ જાતો વર્લ્ડ બેન્કે આવો અંદાજ લગાવ્યો છે. વર્લ્ડ બેન્કે મંગળવારે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ બહાર પાડ્યો છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2019 અને 2020માં ચીનનો વિકાસ દર 6.3 ટકા રહેવાનો અંદાજ છે.

વર્ષ 2021ની ઈકોનોમિક ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન છે. વર્ષ 2017માં ચીનની વૃદ્ધિ 6.9 ટકા હતી. જ્યારે ભારતની 6.7 ટકા રહી હતી. વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નોટબંધી અને જીએસટી લાગુ થવાથી આ વર્ષોમાં ભારતનો વિકાસદર ઓછો રહ્યો હતો.

વર્લ્ડ બેન્ક પ્રોસ્પેક્ટ્સ ગ્રુપના ડીરેક્ટર અયહાન કોસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભારતમાં ગ્રોથ વધતી રહી છે. દેશની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં પણ સુધારો આવ્યો છે. જીએસટી અને બેન્ક રિકેપિટલાઈઝેશન જેવા આર્થિક સુધારાથી ગદેશની અર્થવ્યવસ્થાને ફાયદો થયો છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ કાર્યાલયે સોમવારે એક અંદાજ બહાર પાડતા જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં દેશનો જીડીપી ગ્રોથ 7.2 ટકા રહેવાની સંભાવના છે. છેલ્લા નાણાકીય વર્ષમાં આ આંકડો 6.7 ટકા રહ્યો હતો. અગ્રીકલ્ચર અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં સુધારાને કારણે આ વખતે ટોટલ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) દરનું અનુમાન વધ્યું છે.

READ ALSO

Related posts

સાંસદ સાક્ષી મહારાજે દુષ્કર્મના આરોપી કુલદીપ સેંગરને આપ્યા અભિનંદન, પ્રિયંકા ગાંધીએ શરૂ કર્યુ ટ્વીર વૉર

Mansi Patel

મહારાષ્ટ્રમાં શરદ પવારની એક ચાલે શિવસેનાને પાછળ ધકેલી દીધી, NCPનો સરકારમાં દબદબો વધશે

Mayur

ભારતની અર્થવ્યવસ્થા અયોગ્ય લોકોનાં હાથમાં હોવાને કારણે મોટા સંકટમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!