GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાના ફફડાટ વચ્ચે મોદી સરકાર માટે આવી ઘણા મહિના બાદ ખુશખબર, નવો રેકોર્ડ બન્યો

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ફરી એક વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડાઓ પ્રમાણે વિદેશી મુદ્રા ભંડાર 6.47 અબજ ડોલરની મોટી વૃદ્ધિ સાથે 513.25 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેંકના અહેવાલ પ્રમાણે આ દરમિયાન ગોલ્ડ રિઝર્વ ભંડાર 49.5 કરોડ ડોલર વધીને 34.02 અબજ ડોલર થઈ ગયો છે. આ આંકડો ત્રણ જુલાઈના રોજ સમાપ્ત થયેલા સપ્તાહનો છે. અગાઉ 26 જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 1.27 અબજ ડોલર વધીને 506.84 અબજ ડોલર એ પહોંચ્યો હતો.

5મી જૂને પ્રથમ વખત 500 અબજ ડોલરને પાર

ગત્ પાંચ જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત 500 અબજ ડોલરના સ્તરથી ઉપર ગયો હતો. તે સમયે 8.22 અબજ ડોલરની જોરદાર વૃદ્ધિ સાથે 501.70 અબજ ડોલર એ પહોંચ્યો હતો.

2019-20ના નાણાંકીય વર્ષનો ચિતાર

ભારતીય રિઝર્વ બેંકના અહેવાલ પ્રમાણે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન 64.9 અબજ ડોલરનો વધારો થયો જ્યારે 2018-19ના નાણાંકીય વર્ષ દરમિયાન તેમાં 11.7 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વિશ્વના અનેક મોટા દેશથી વધારે થઈ ગયો છે.

વિદેશી મુદ્રા ભંડાર વધવાનો અર્થ

વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થાય કોઈ પણ દેશની ઈકોનોમી માટે સારી વાત છે. તેમાં કરન્સી તરીકે મોટા ભાગે ડોલર જ હોય છે. સમગ્ર વિશ્વમાં ડોલરના માધ્યમથી જ કારોબાર થાય છે. હાલ ડોલરના મુકાબલે ભારતીય કરન્સી 75 રૂપિયાથી વધારે છે. મતલબ કે એક ડોલરની કિંમત 75 રૂપિયાથી વધારે છે.

READ ALSO

Related posts

કર્ણાટકના આરોગ્ય મંત્રીને થયો કોરોના, મુખ્યમંત્રી સહિત અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓ થયા છે કોરોનાગ્રસ્ત

Pravin Makwana

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!