પાકિસ્તાન વિરુદ્ધ ભારતની પહેલી સફળતાઃ સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સ કરશે આ કામ

china cryptic on masood

પુલવામા હુમલા બાદ ભારતને મોટી કૂટનૈતિક સફળતા મળી છે. ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા અને ભારતમાં અનેક આતંકી હુમલાના ષડયંત્રકારી મસૂદ અઝહર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ રજૂ કરશે. જેમાં અમેરિકા અને બ્રિટન તેનું સમર્થન કરશે. આ જાણકારી ફ્રાંસ સરકારના સૂત્રોએ આપી છે. એવું બીજી વખત બનશે કે ફ્રાન્સ આવા કોઇ પ્રસ્તાવને યુએનની સમક્ષ રજૂ કરશે.

આ પહેલા 2017માં અમેરિકાએ બ્રિટનના સમર્થનથી યુએનની સેકશન કમિટી 1267 અંતર્ગત પાકિસ્તાની આતંકવાદી સંગઠનને પ્રતિબંધિત કરવાની માગણી કરી હતી. જો કે આ પ્રસ્તાવને ચીને રોકી દીધો હતો. ફ્રાન્સ સરકારના સૂત્રએ પીટીઆઇને જણાવ્યું કે આગામી એક-બે દિવસમાં જ ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કરશે. જેમાં આતંકી મસૂદ અઝહરને આતંકી યાદીમાં સામેલ કરવાની માગણી કરાશે. સૂત્રો મુજબ આ પ્રસ્તાવ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના ડિપ્લોમેટીક સલાહકાર અને ભારતના એનએસએ અજીત ડોભાલ વચ્ચે ચર્ચા પણ થઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter