GSTV

ભારતની પ્રથમ સ્વદેશની સોશિયલ મીડિયા એપ Elyments લોન્ચ, જાણો ક્યાં-ક્યાં ફીચર્સ છે ખાસ

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રવિવારે પ્રથમ દેશી સોશિયલ મીડિયા એપ અલાઈમેંટ્સ (Elyments) લોન્ચ કરી હતી. યૂઝર્સ હવે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે. લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ હાજર રહ્યા હતા, લોન્ચિંગના માત્ર કેટલાક કલાકની અંદર જ લાખો લોકોએ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં આ એપ 8 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. સાથે જ તેમાં ઓડિયો-વીડિયો કોલિંગની પણ સુવિધા આપવામાં આવશે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા એપ્સના ફીચર્સને જોડીને એક જ એપ્લીકેશનમાં ઉપલબ્ધ કરવાનો છે.

ડેટા પ્રાઈવેસીને આગળ રાખવામાં આવ્યુ

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ડેટા પ્રાઈવેસીને લઈને ઘણીવખત પ્રશ્નો ઉઠતા રહે છે. આ મામલામાં વિદેશી કંપનીઓ ફેલ થતી જોવા મળી રહી છે. તેથી આ સોશિયલ મીડિયા એપમાં પ્રમુખ રીતે ડેટા પ્રાઈવેસીને આગળ રાખવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સોશિયલ મીડિયા યૂઝર્સની મોટી ભરમાર છે, પરંતુ અત્યાર સુધી સોશિયલ મીડિયા માર્કેટમાં વધારે પડતી વિદેશની કંપનીઓનુ જ રાજ છે. આ વચ્ચે દેશમાં 5 જુલાઈના રોજ દેશની પ્રથમ સુપર સોશિયલ મીડિયા એપ એલીમેંટ્સ લોન્ચ ઈ ગઈ છે. આ એપની ખાસીયત છે કે, તેનાથી યૂઝરનો ડેટા પૂર્ણ રીતે સુરક્ષિત રહેશે અને તેમની મંજૂરી વગર ત્રીજી પાર્ટીને આપવામાં આવશે નહી.

પ્રાઈવેસી પર વિશેષ ભાર

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ડેટા પ્રાઈવેસીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેથી આ દેશી સોશિયલ મીડિયા એપમાં ડેટા પ્રાઈવેસીને સૌથી વધારે ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. જાણકારી પ્રમાણે Elyments એપમાં યૂઝરને ડેટા સુરક્ષિત રહેશે અને મંજૂરી વગર થર્ડ પાર્ટી લઈ શકશે નહી.

READ ALSO

Related posts

ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી

Sejal Vibhani

રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!