GSTV

લ્યો બોલો! એક મહિના પહેલા જ શરૂ કરાયેલી ‘સી પ્લેન’ સેવાને અસ્થાયી રૂપે બંધ કરાઇ, પીએમ મોદીએ કર્યુ હતું ઉદ્ઘાટન

પ્લેન

પીએમ મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી તેને એક મહિનાથી પણ ઓછા સમયની અંદર અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. સી પ્લેનમાં મેન્ટેનન્સ સંબંધિત સમસ્યાઓના કારણે આ સેવાને હાલ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. 19 સીટર આ પ્લેનને આજે માલદીવ પરત મોકલવામાં આવશે.

પીએમ મોદીએ 31 ઓક્ટોબરના રોજ સી પ્લેન સેવા શરૂ કરી હતી

સરદાર વલ્લભભાઇ પટેલની 145 મી જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબરના રોજ ભારતની પ્રથમ સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેવડિયામાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીથી સાબરમતી નદી સુધીની આ સી-પ્લેન સેવા શરૂ કરી હતી.

1500 એ મિનિમમ ભાડું છે

સી પ્લેન સેવા ઔપચારિક રીતે 1 નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. કેવડિયા અને અમદાવાદના વોટરડ્રોમ પર પણ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં વ્યક્તિદીઠ ઓછામાં ઓછું રૂ .1500 નું ભાડુ ચૂકવવું પડશે. ભાડા નિયત બેઠકોના ક્વોટા પ્રમાણે છે. વધુમાં વધુ ભાડું 4,800 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યું છે.

દેશમાં પહેલી સી પ્લેન સર્વિસ અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી

પ્લેન

સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડિયા સુધીની સી પ્લેન સર્વિસ દેશની આ પ્રકારની પ્રથમ સેવા છે. તે ઉડાન યોજના હેઠળ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ સેવા સ્પાઇસ જેટ કંપની દ્વારા સંચાલિત હતી.

Read Also

Related posts

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ

Pravin Makwana

ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…

Ali Asgar Devjani

આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!