GSTV
Trending ગુજરાત

ખુશખબર/ દેશનો પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટ ગુજરાતના આ શહેરમાં સ્થપાશે, આ 5 શહેરોમાં હાઈડ્રોજનથી સંચાલિત બસો દોડાવાશે

હાઈડ્રોજન

ગ્રીન અને ક્લિન એનર્જી તરીકે ઓળખાતા હાઇડ્રોજન ગેસના ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ વડોદરા ખાતે આઇઓસીએલ-ગુજરાત રિફાઇનરીમા શરૃ થશે. આ ઉપરાંત અન્ય ૬ પ્રોજેક્ટો મળીને આઇઓસીએલ રૃ.૨૪૦૦૦ કરોડનું રોકાણ વડોદરામાં કરી રહ્યુ છે આ અંગે આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર સાથે આઇઓસીએલ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટોથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૫,૦૦૦ લોકોને રોજગારી મળશે.

ભારતનો પ્રથમ હાઈડ્રોજન વાયુ ઉત્પાદન પ્લાન્ટ

આ પ્રસંગે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન વૈદ્યે કહ્યું હતુ કે, ગુજરાત રિફાઈનરી ભારતનો પ્રથમ હાઈડ્રોજન વાયુ ઉત્પાદન પ્લાન્ટ શરૃ કરશે. ઉપરાંત ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઈનરીએ પોતાની ઉત્પાદન ક્ષમતા ૧૮ મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ લઈ જવાનું નક્કી કર્યું છે.

નવા ઉદ્યોગ એકમો પોલીપ્રોપીલીન, બ્યુટાઇલ એક્રીલેટ અને લુબ્રિકન્ટ જેવા ઔદ્યોગિક વપરાશના અગત્યના કાચા માલનું ઉત્પાદન કરશે. કોટીંગ-રંગકામ, એડહેસીવ- ગુંદર, ટેક્સટાઇલ અને અન્ય રસાયણો જે હાલ આયાત કરવામાં આવે છે તેના ઉત્પાદન માટે અતિ મહત્વનું બ્યુટાઇલ એક્રીલેટ અહીં ઉત્પાદિત થશે.

મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ પ્રસંગે કહ્યું હતુ કે, ગુજરાત ગેસ એન્ડ પેટ્રોકેમિકલ ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે અને આ નવા રોકાણોના પ્રોજેકટસથી રાજ્યમાં ડાઉન સ્ટ્રીમ ઊદ્યોગોને વધુ સક્ષમતા પ્રાપ્ત થશે.

ભારતમાં ૬ ટકા નેચરલ ગેસનો ઉપયોગ

તો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ભારતમાં ૬ ટકા નેચરલ ગેસનો ઉપયોગ થાય છે એટલે કે દેશની ‘નેચરલ ગેસની એવરેજ ૬ ટકા છે, ‘ગ્લોબલ એવરેજ ૨૪ ટકાની આસપાસ છે જ્યારે ‘ગુજરાતની એવરેજ ૨૬ ટકા એટલે કે ‘ગ્લોબલ એવરેજ કરતાં પણ ૨ ટકા વધુ છે.

દુનિયાના સૌથી સ્વચ્છ ઈંધણ તરીકે હાઈડ્રોજનને માન્યતા પ્રાપ્ત થઈ છે. વડોદરા રીફાઈનરીમાં હાઈડ્રોજનનું ઉત્પાદન થશે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી- કેવડિયા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીધામમાં રાજ્ય એસ.ટી. નિગમ અને આઇઓસીએલના સંયુક્ત પ્રયત્નોથી હાઈડ્રોજનથી સંચાલિત બસો ગુજરાતમાં સૌપ્રથમ શરૃ કરવામાં આવશે.

Read Also

Related posts

OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે

Hina Vaja

અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે

Padma Patel

“આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ

Siddhi Sheth
GSTV