GSTV

ભલે ગુજરાતમાં દારૂબંધી હોય પણ જો ગુજરાતમાં દારૂ ન ન મળે તો હું રાજકારણ છોડી દઉં :અશોક ગેહલોત

Last Updated on December 2, 2019 by Mayur

આર્થિક મંદી,મોઘવારી સહિતના પ્રશ્નોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવા અમદાવાદમાં જનવેદન આંદોલન યોજ્યુ જેમાં રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર ગુજરાતની દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગેહલોતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં કે, આજે ભારતનું અર્થતંત્ર અને કૃષિવિકાસ વેન્ટિલેટર પર છે. જયારે રોજગારસર્જન મૂર્છિત અવસ્થામાં છે. ડુંબતુ અર્થતંત્ર,ઘટતી બચત,ધંધા વેપારમાં આર્થિક મંદી,બેંકોમાં છેતરપીંડી આ બધુય ચરમસિમાએ છે.જે ભાજપ સરકારની નિષ્ફળતાનો નિર્દેશ આપે છે. જનઆંદોલનમાં કોંગ્રેસના કાર્યકરો ડુંગળીના હાર અને રાંધણગેસના બાટલાંના પોસ્ટરો લઇને પહોંચ્યા હતાં.

ગુજરાતમાં દારૂ વેચાય છે તેવા નિવેદન પર હું કાયમ છું તેવો ઉલ્લેખ કરતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એ વાતને દોહરાવી પડકાર ફેંક્યો કે, ભલે ગુજરાતમાં દારૂબંધી હોય પણ જો ગુજરાતમાં દારૂ ન ન મળે તો હું રાજકારણ છોડી દઉં. જનવેદના આંદોલનમાં સંબોધન કરતાં ગેહલોતે આરએસએસ પર નિશાન તાણી જણાવ્યુ કે,કેન્દ્ર સરકાર આરએસએસના રિમોટથી ચાલી રહી છે. જો આર એસ એસમાં દમ હોય તો ભાજપનુ મુખોટુ કાઢી રાજકીય પક્ષ તરીકે ચૂંટણી લડી જુએ. કોંગ્રેસ હરહંમેશ ત્યાગ, બલિદાન, કુરબાની આપી દેશને અખંડ રાખવાનુ કામ કર્યુ છે. આજે બેરોજગારીનો દર ઓલટાઇમ હાઇ છે. ભાજપ સરકાર ડગલેને પગલે ભારતના હિતોન ેવેચાણ કરી રહી છે.

ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ભાજપની ટીકા કરતાં કહ્યું કે, અબ કી બાર,150 કે પારનો નારો આપ્યો હતો. પણ મધ્યપ્રદેશ,રાજસૃથાન,છત્તીશગઢ અને મહારાષ્ટ્રમાં ય ભાજપે સત્તા ગુમાવી દીધી છે. ગુજરાતમાં ય 2022માં કોંગ્રેસની સરકાર આવશે તેમાં શંકાને સૃથાન નથી.પેટાચૂંટણીમાં પરિણામોએ ભાજપ સરકારનુ શાસન નકાર્યુ છે તે વાત સાબિત થઇ છે. ભાજપા રાજમાં હવે નવો મંત્ર શરૂ થયો છેકે,લૂટોને,રફુચક્કર થઇ જાઓ.બેંક કૌભાંડ હવે નવી વાત રહી નથી. છેલ્લા પાંચ વર્ષમાં બેક છેતરપીંડીના 25 હજાર કિસ્સા નોંધાયા છે.

રાજ્યમાં બેરોજગારોની વેદના રજૂ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે,ભાજપના શાસનમાં બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે. છેલ્લા 15 વર્ષમાં 37 પરીક્ષાના પેપર ફુટવાના કિસ્સા બનતાં બેરોજગારોએ સરકારી નોકરીની ભરતી પર વિશ્વાસ ગુમાવી દીધો છે કેમકે,રીતસર મળતિયાઓને નોકરી આપવાનુ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસ આજે આમજનતાના દુખમાં સહભાગી બની રહી છે. વેપારીથી માંડીને વિદ્યાર્થીઓ સહિત તમામ વર્ગ વિવિધ પ્રશ્નોથી દુખી છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ રાજ્યની શિક્ષણની સ્થિતીને લઇને સરકારની આકરી ટીકા કરી હતી. આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને ઉકેલ ન આવતાં સરકારને ખેડૂતવિરોધી ગણાવી હતી. અમદાવાદ શહેરના આરટીઓ સર્કલ પાસે જનવેદના આંદોલનમાં કાર્યકરોએ ડુંગળીના હાર પહેરી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત રાંધણગેસના પોસ્ટરો સાથે દેખાવો કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

READ ALSO

Related posts

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

Pritesh Mehta

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!