GSTV
Home » News » અબુધાબી સ્પેશિલ ઓલિમ્પિકમાં ભારતનો ડંકો: દિવ્યાંગ ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો

અબુધાબી સ્પેશિલ ઓલિમ્પિકમાં ભારતનો ડંકો: દિવ્યાંગ ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો

અબુધાબીમાં રમાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો. ગેમ્સના સમાપન સમય સુધીમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં કુલ 368 મેડલ મેળવ્યા.

જેમાં 85 ગોલ્ડ, 154 સિલ્વર અને 129 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જૂડો અને ફુટસલમાં પહેલી વખત ભારતીય ભાગીદારી જોવા મળી. વિશેષ એથલિટોએ જૂડોમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને ફુટસલમાં 7 સિલ્વર મેડલ મેળવ્યા.

14 માર્ચે શરૂ થયેલી સ્પેશિયલ ઓલિમ્પિકનું 21 માર્ચે સમાપન થયું. ભારતે 378 સ્પેશિયલ ખેલાડીઓ મોકલ્યા હતા. જેમાંથી મોટાભાગના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ જીત્યા છે.

આ તમામ ખેલાડીઓને જિંદગીમાં કોઈને કોઈ કારણસર તકલીફોનો સામનો કરવો પડે છે. કોઈ માનસિક દિવ્યાંગ છે કોઈ શારીરિક દિવ્યાંગ છે. તેમ છતાં તેઓ પોતાની સમસ્યાઓને કમજોરી નહીં પણ તાકાત બનાવીને મંજીલ સુધી પહોંચ્યા છે.

READ ALSO

Related posts

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur