GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ચીનની સામે ભારતની રાજદ્વારી તાકાતમાં થયો વધારો, અમેરિકા-ઓસ્ટ્રેલિયાએ આપ્યું ખુલ્લું સમર્થન

ભારતની રાજદ્વારી તાકાત સતત વધી રહેવાના સંકેત મળી રહ્યાં છે. એક તરફ ચીનને ઘેરવાનો સંદેશ દુનિયાના મોટા ભાગના દેશો આપી રહ્યાં છે, તો બીજી તરફ ભારતે નવી વૈશ્વિક વ્યવસ્થાનો સંકેત આપીને દુનિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સજ્જ હોવાનો સંકેત આપ્યો છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જી-7 દેશોના સંગઠનને જી-11માં બદલવાનો સંકેત આપીને એમાં ભારતને સામેલ કરવાનું જણાવ્યું છે. જો ભારત આ શક્તિશાળી દેશોના સંગઠનમાં સામેલ થશે, તો આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એનું કદ ઘણું વધી જશે. ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ જી-7 સંમેલનને હાલ સપ્ટેમ્બર સુધી ટાળી રહ્યાં છે. સંમેલન અગાઉ તેઓ ભારત, ઓસ્ટ્રેલિયા, રશિયા અને દક્ષિણ કોરિયાને બેઠક માટે આમંત્રણ આપવા ઇચ્છે છે. ચીન જી-7માં સામેલ નથી.

ચીનને સંદેશ

અમેરિકાની સાથે સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને સમોસા સાથે તસ્વીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એનો સ્વાદ લેવા ઇચ્છે છે. આ રીતે ઓસ્ટ્રેલિયાએ પણ ભારત સાથે રાજદ્વારી સંબંધો વધારવાનો ચીનને સંદેશ આપ્યો છે.

ક્વાડના સભ્યોનો મોરચો

ક્વાડમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ચાર દેશો સામેલ છે. અમેરિકા આ જૂથને વધારે શક્તિશાળી બનાવવા ઇચ્છે છે. ચીન હંમેશા ક્વાડને પોતાનું હરિફ જૂથ ગણે છે. માનવામાં આવે છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજદ્વારી સંબંધો વધશે. બંને દેશો દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી દાદાગીરી સામે વ્યૂહાત્મક ચર્ચામાં સામેલ થયા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન વચ્ચે ચાર જૂનના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાશે, જેમાં પારસ્પરિક હિતોના મુદ્દે ચર્ચા થશે.

સુરક્ષા પરિષદમાં સ્થાન મળશે

ભારતને આગામી મહિને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની પાંચ અસ્થાયી બેઠકોમાં સ્થાન મળવાનું લગભગ નક્કી છે. આગામી મહિને ચૂંટણી યોજાશે અને એશિયા પેસિફિક બેઠકમાં એકમાત્ર દાવેદાર ભારત છે. જોકે ભારત કાયમી સભ્યપદની માંગણી કરે છે, છતાં ચીન સહિત અન્ય કેટલાંક દેશ એનો વિરોધ કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!