GSTV
Home » News » ભારતના ડિફેન્સ એક્સપોર્ટમાં પાછલાં વર્ષની સરખામણીમાં થયો અધધ… વધારો

ભારતના ડિફેન્સ એક્સપોર્ટમાં પાછલાં વર્ષની સરખામણીમાં થયો અધધ… વધારો

ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ પાછલાં વર્ષની સરખામણીમાં વધીને ડબલ થઇ ગયું છે. પ્રાપ્ત ડિફેન્સ એક્સપોર્ટ રૂ.11,000 કરોડે પહોંચ્યું છે. પોલિસીમાં ફેરફાર તેમજ સ્થાનિક કંપનીઓના વધુ ઓફસેટ પ્રોજેક્ટને અમેરિકન માર્કેટમાં એક્સેસ મળતા નિકાસમાં વધારો થયો છે. ડિફેન્સ એક્સપોર્ટ 2017-18નાં રૂ.4682 કરોડથી વધીને 2018-19માં રૂ.10,745 કરોડ પર પહોંચ્યું છે.

રક્ષા મંત્રાલયે એક નવો જનરલ એક્સપોર્ટ લાઇસન્સ પ્લાન બનાવ્યો છે જેનાથી ભારતીય કંપનીઓ સરળતાથી ડિફેન્સ ઈકવિપેમેન્ટ્સને સરળતાથી ચુનિંદા દેશોને એક્સપોર્ટ શકશે. મહત્વની વાત તે છે કે ભારતના ડિફેન્સ એક્સપોર્ટમાં સૌથી મોટી હિસ્સેદારી અમેરિકાની છે, અહીં લગભગ રૂ.5000 કરોડનું એક્સપોર્ટ થાય છે.

અમેરિકા બાદ આર્મ્સ પાર્ટનર ઇઝરાયેલ અને યુરોપિયન યુનિયનની હિસ્સેદારી વધુ છે. આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલિસીમાં ફેરફારને કારણે એક્સપોર્ટમાં ઉછાળો નોંધાયો છે. જેનાથી ભારતીય કંપનીઓને સરળતાથી એક્સપોર્ટની સત્તાવાર મંજૂરી મળી રહી છે. ‘ઓપન જનરલ એક્સપોર્ટ લાઇસન્સ’ નો નવો પ્લાન થોડા અઠવાડિયામાં શરુ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ભારતની અમુક પસંદ કરેલ આઈમટમ પર બ્લેન્કેટ મંજૂરી મળી જશે જેને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં તેનો પ્રભાવ વધશે.

આ ઉપરાંત રક્ષા મંત્રાલય ભારતીય ખાનગી અને જાહેર ક્ષેત્રને કંપોનેટ એક્સપોર્ટથી આગળ વધીને એવા પ્લેટફોર્મ પર કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે કે જેનાથી મોટા પ્રમાણમાં વેલ્યુ એડિશન થઇ શકે. મંત્રાલયનાં ડેટા દ્વારા માહિતી મળે છે કે આ ક્ષેત્રમાં ભારતથી કંપોનેટ્સની વધુ નિકાસ થાય છે. તેમાં પણ નાના આર્મ્સના પાર્ટ્સની માંગ સૌથી વધુ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી (DIP) સંજય જાજુએ ફિક્કીના ડિફેન્સ એક્સપોર્ટ સેમિનાર દરમિયાન જણાવ્યું હતું કે “અમારા માટે હવે પ્લેટફોર્મ પર ધ્યાન આપવું જરૂરી છે. તેમાં પણ મહત્વપૂર્ણ બાબત તે છે કે આપણે કોમ્પિટિટિવ થઈએ અને ગ્રાહકોને પૈસા વસુલ થઇ જાય તેવો સામાન આપીએ”.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!