દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ફરી એક વખત કોરોના અંગે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે કહ્યું કે કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી અંગે લોકોએ તેમની વિચારસરણી બદલવી જોઈએ. ચિંતાજનક બાબત એ છે કે સંપૂર્ણપણે હર્ડ ઈમ્યુનિટી મેળવવી અશક્ય છે.

ભારત જેવા વિશાળ દેશમાં હર્ડ ઈમ્યુનિટી અંગે વિચારવું મુશ્કે
ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, વ્યવહારુ જીવનમાં ભારત જેવા વિશાળ દેશમાં હર્ડ ઈમ્યુનિટી અંગે વિચારવું મુશ્કેલ છે. દેશમાં કોરોનાના અલગ અલગ પ્રકાર મુશ્કેલી ઊભી કરી રહ્યા છે તેવા સમયમાં આ બાબત આપણા માટે વિશેષરૃપે અશક્ય છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં અચાનક જ વધારો થયો છે.

કોરોનાના અલગ અલગ પ્રકાર અને લોકોમાં ઈમ્યુનિટીનું અલગ અલગ સ્તર
કોરોના મહામારી સામેની ભારતની લડાઈમાં હજી સુધી આપણે જીત્યા છીએ તેવા મથાળા હેઠળના તેમના પુસ્તક અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આપણા દેશમાં હર્ડ ઈમ્યુનિટી એવી બાબત છે, જેને હાંસલ કરવી ઘણી જ મુશ્કેલ છે. તેનું કારણ કોરોનાના અલગ અલગ પ્રકાર અને લોકોમાં ઈમ્યુનિટીનું અલગ અલગ સ્તર છે. નિષ્ણાતોનું કહેવું છે કે સીરો-પ્રીવલન્સ સરવેમાં ૫૦થી ૬૦ ટકા લોકોમાં એન્ટી બોડીની હાજરી જોવા મળે તો વસતીના એક મોટા વર્ગમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી હોવાનું કહી શકાય છે.
Read Also
- વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર
- અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા
- જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર
- ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત
- મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો