GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

117 દેશોમાંથી ભારતનો નંબર 102 : વિકાસની વાતો કરતી મોદી સરકાર આ બાબતે પાડોશી તમામ દેશો કરતાં પાછળ રહી ગઈ

‘ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ)’ દ્વારા આજે વૈશ્વિક ભૂખમરાની સ્થિતિ રજૂ કરતો ‘ગ્લોબલ હંગર ઈન્ડેક્સ’ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ભારતની સતત બદતર થતી સ્થિતિ જોવા મળી છે. ૧૧૭ દેશોમાં ભારત છેક ૧૦૨માં ક્રમે છે. એટલે કે ભારતનો સમાવેશ દુનિયાના સૌથી વધુ ભૂખમરો ભોગવતા દેશમાં થાય છે. ભારત કરતાં વધારે ભૂખમરો ધરાવતા હોય એવા દેશોની સંખ્યા ૧૫ જ છે. ભારતનો આ આંક દર વર્ષે નીચો જતો જાય છે. ભારતનો સમાવેશ એવા ૪૫ દેશોમાં કરવામાં આવ્યો છે, જ્યાં ગરીબીની સમસ્યા અતી ગંભીર છે. તો વળી પાંચ વર્ષથી નીચેની વયના બાળકોનો મૃત્યુદર ઓછો થયો હોવાની નોંધ પણ રિપોર્ટમાં કરાઈ છે.

વૉશિંગ્ટન સ્થિત આ સંસ્થા દર વર્ષે ‘ગ્લોબલ હંગર ઈન્ડેક્સ’ તૈયાર કરે છે. આ વખતના ઈન્ડેક્સમાં ભારતને ૧૦૦માંથી ૩૦.૩નો સ્કોર મળ્યો છે. એટલે કે ભારતની સ્થિતિ ઘણી નબળી છે. આ રિપોર્ટ દર વર્ષે જે-તે દેશમાં બાળ કુપોષણ, બાળ મૃત્યુ, ખોરાકની ઉપલબ્ધી, પોષણનો અભાવ વગેરે અનેક માપદંડો ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે.  ભારતના તમામ પડોશી દેશો ભારત કરતા આ ઈન્ડેક્સમાં આગળ છે, એટલે ઓછા ગરીબ છે એવુ કહી શકાય. પાકિસ્તાન ૯૪, શ્રીલંકા ૬૬, નેપાળ ૭૩, બાંગ્લાદેશ ૮૮, મ્યાનમાર ૬૯મા ક્રમે છે. બ્રિક્સ દેશોની વાત કરીએ તો તેમાં ચીન ૨૫મા, દક્ષિણ આફ્રિકા ૬૦મા, બ્રાઝિલ ૧૮મા અને રશિયા ૨૨મા ક્રમે છે.

અગાઉના વર્ષો સાથે સરખામણી કરીએ તો જણાઈ આવે છે કે ગરીબાઈનું પ્રમાણ વધી રહ્યું છે. કેમ કે પાંચ વર્ષ પહેલા ૨૦૧૪માં ભારત ખાસ્સી સારી સ્થિતિ પર ૫૫મા ક્રમે હતું. એ વર્ષ પછી ભારતના રેન્કિંગમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જોકે ગયા વર્ષે ભારતનું સ્થાન ૧૦૩મું હતું. તેનાથી એક અંક આગળ આવ્યું છે. પરંતુ પાછલા વર્ષોમાં ભારતે ઘણી પીછેહટ કરી છે. ઉપરાંત ભારતમાં બાળકોમાં કુપોષણનો દર પણ આખી દુનિયા કરતાં બે ગણો હોવાનું નોંધાયુ છે.

રિપોર્ટમાં વૈશ્વિક ગરીબી માટે વિવિધ કારણો સાથે ગ્લોબ વૉર્મિંગનો પણ સમાવેશ કરાયો છે. કેમ કે બદલતું પર્યાવરણ અનેક લોકોને વિસ્થાપિત કરી રહ્યું છે. અલબત્ત, એ માટે માનવિય પ્રવૃત્તિઓ પણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં લખ્યું છે. કેમ કે પર્યાવરણ બગાડવામાં મનુષ્યોનો જ ફાળો છે. રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ૭૮.૫ કરોડ લોકો ગરીબી ભોગવી રહ્યા છે. આ રિપોર્ટ પછી વિવિધ રાજકીય પક્ષોએ વર્તમાન સરકારની નીતિ-રીતિ સામે સવાલો ઉભા કર્યા હતા.

ભારતના નાગરિકોને તેમની ભૂખ પ્રમાણે પૂરતું ભોજન મળી રહ્યું નથી તેમ ગ્લોબલ હંગર ઇન્ડેક્સના આંકડા દર્શાવે છે. આ આંકડા જાહેર થયા પછી તેના પર રાજકારણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ટ્વિટર પર લખ્યું છે કે મોદીજી, રાજકારણ ઓછું અને બાળકો પર વધારે ધ્યાન આપો. તેઓ જ આપણું ભવિષ્ય છે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સના તાજેતરના આંકડા અનુસાર ભારત આ ઇન્ડેક્સમાં ૧૦૨મા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૦માં ભારત આ ઇન્ડેક્સ મુજબ ૯૫મા સ્થાને હતું. આ આંકડા સરકારના દાવાઓથી તદ્દન વિપરિત છે. એક તરફ સરકાર દાવો કરી રહી છે કે દેશ સુપર પાવર બની રહ્યું છે પણ આ આંકડા અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(જીએચઆઇ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ભારત ૧૧૭ દેશોના રેન્કિંગમાં ૧૦૨મા ક્રમે છે. ૨૦૧૪થી ભારતના રેન્કિંગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૪માં ભારત ૭૭ દેશોની યાદીમાં પંચાવનમા ક્રમે હતું. 

આ અહેવાલમાં કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંગે પ્રશ્રો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્રામીણ ભારતમાં આજે પણ અનેક લોકો ખુલ્લામાં શૌચ કરવા જાય છે. જે સરકારના દાવાથી વિપરિત છે. ઉલ્લેખનીય છે કે બે ઓક્ટોબરે જ વડાપ્રધાન મોદીએ દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યો હતો. 

હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ

વર્ષભારતનો ક્રમ
૧૯૯૨૭૬
૨૦૦૦૮૩
૨૦૦૮૧૧૮
૨૦૧૨૬૫
૨૦૧૩૬૩
૨૦૧૪૫૫
૨૦૧૫૮૦
૨૦૧૬૯૭
૨૦૧૭૧૦૦
૨૦૧૮૧૦૩
૨૦૧૯૧૦૨

દર વર્ષે દેશની સંખ્યા થોડી-ઘણી વધતી-ઘટતી રહે છે. જેમ કે આ વર્ષે ૧૧૭ દેશોનું લિસ્ટ તૈયાર થયું છે. ૨૦૧૮માં ૧૧૯ દેશો હતા.

READ ALSO

Related posts

RIL AGM: ભારતમાં 5G ટેક્નોલોજી અંગે અંબાણીએ કરી મોટી ઘોષણા, જાણો શું કહ્યું

Bansari

દુલ્હનના શ્રૃંગારમાં ચાર ચાંદ લગાવશે આ સોનાનું માસ્ક, જરૂર પડે નેકલેસ પણ બની જશે

Bansari

કોરોના મહામારીમાં સરકારની તમે પણ કરી શકો છો મદદ, ‘સિવિલ પોલીસ વોર્ડન’ તરીકે આ લોકો કરી શકે છે અરજી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!