GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

2020માં ઈસરોનું પહેલુ મિશન સફળ, ઈન્ટરનેટની સ્પીડ વધશે, શક્તિશાળી કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ

ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના વર્ષ 2020ના પ્રથમ મિશન અંતર્ગત જીસેટ-30 સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું છે. દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાના કૌરોથી યુરોપીયન હેવી રોકેટ એરિયન-5ના માધ્યમથી આજે વહેલી સવારે 2-35 વાગ્યે જીસેટ-30 સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. લોન્ચ થયાના થોડી વાર બાદ જીસેટ-30 સેટેલાઇટથી એરિયન-5 વીએ-251નો ઉપરનો હિસ્સો સફળતાપૂર્વક અલગ થઇ ગયો. જીસેટ-30 એક કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. જે ઇન્સેટ-4-એ સેટેલાઇટનું સ્થાન લેશે. ઇન્ટરનેટ ટેકનોલોજીમાં બહુ ઝડપથી બદલાવ આવી રહ્યો છે. જેના કારણે હવે વધુ તાકાતવર સેટેલાઇટની જરૂરીયાત હતી. જેને પૂર્ણ કરવા ઇસરોએ જીસેટ-30 સેટેલાઇટ લોન્ચ કર્યો છે.

જીસેટ-30ની ખાસિયત…

  • GSAT-30ની કવરેજ ક્ષમતા ઈનસેટ-4એ કરતા વધુ છે.
  • આ ઉપગ્રહ કેયુ બેન્ડમાં ભારતીય મુખ્ય વિસ્તાર અને ટાપુઓને, સી બેન્ડમાં ખાડી દેશો, એશિયાઈ દેશો અને ઓસ્ટ્રેલિયાને કવર કરશે.
  • તેનો ઉપયોગ વ્યાપક રૂપથી વીસેટ નેટવર્ક, ટેલિવિઝન અપકિલિંગ, ટેલિપોર્ટ સેવા, ડિજીટલ સેટેલાઈટ ખબર સંગ્રહણ, ડીટીએચ ટેલિવિઝન વગેરે સેવાઓ માટે કરવામાં આવશે.

આની જરૂર કેમ પડી?

જુના કોમ્યુનિકેશન સેટેલાઈટ ઈનસેટનું સમયમર્યાદા પુરી થઈ ગઈ છે. દેશમાં ઈન્ટરનેટની નવી ટેકનીક આવી રહી છે. 5જી પર કામ ચાલી રહ્યું છે. એવામાં વધારે શક્તિશાળી સેટેલાઈટની જરૂર હતી. જીસેટ-30 ઉપગ્રહ આની જરૂરિયાતોને પુરી કરશે.

READ ALSO

Related posts

મોદી સરકાર 2.0 : પ્રથમ વખત મંત્રી બન્યા અને બની ગયા પાવરફૂલ ચહેરા, આ લોકોની મોટી ખોટ

Harshad Patel

લો બોલો! સેન્ટ્રલ જેલનાં આરોપીઓ લઈ રહ્યા છે સેલ્ફી, તંત્રની ઘોર બેરદરકારી આવી સામે

pratik shah

ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર : હવામાન વિભાગે વરસાદની કરી આગાહી, આ તારીખથી વરસશે વરસાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!