GSTV

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે. આજની રાત તેઓ દિલ્હી ખાતે વિતાવશે. અમદાવાદમાં ટ્રમ્પ કોઈ હોટલમાં રોકાણ નથી કરવાના પણ તેઓ મોટેરા સ્ટેડિયમના મોદી સાથેના અભિવાદન કાર્યક્રમ બાદ બપોરે 3.30 વાગે આગ્રા જવા માટે રવાના થશે. ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઈ જારેડ કુશનર સહિત 12 સભ્યોનું ડેલિગેશન સાથે અમદાવાદ આવતીકાલે સવારે 11.40 વાગે આવી પહોંચશે.

બપોરના રોકાણ દરમ્યાન તેઓને ટી અને બ્રેક ફાસ્ટ સર્વ કરવામાં આવશે જેમાં બ્રોકોલિયનના અને જુદા જુદા પ્રકારના સમોસા, આઈસ ટી, ગ્રીન ટી, આદુ-મસાલા ટી, મલ્ટી ગ્રેઇન કૂકીઝ પિરસવામાં આવશે. ટ્રમ્પ અને તેના ડેલિગેશનને પીરસવામાં આવનાર તમામ આઈટમોને ખાસ અમેરિકાથી આવેલ ફૂડ એપ્રૂવલ સ્ટાફ મંજુર કરે તે પછી જ તે મેન્યુમાં સ્થાન પામી શકે છે.

મેલાનિયા ટ્રમ્પને ગુજરાતીની વાનગી ખમણ અંગે શેફે જણાવતા તેણે તેને પણ નાસ્તાની પ્લેટમાં સ્થાન આપવામાં રસ બતાવ્યો છે. ટ્રમ્પનો કાફલો નવી દિલ્હીમાં આઈટીસી મોર્ય હોટલના પ્રેસિડેન્શિયલ સ્વીટ (સ્યુટ) રાત્રિ રોકાણ કરશે.

આ ગ્રાન્ડ પ્રેસિડેન્સિયલ સ્વીટ ખરેખર તો શાહી ભવન જેવા છે. જેમાં ડેકોર, ફર્નિચર, ઝૂમ્મરો, સ્પા, હોજ અને ઇન્ટિરિયર રાજાના મહેલ કરતા કમ નથી. સ્યુટની અંદર હવા પણ એ રીતે મોનિટર થાય છે કે જાણે કોઈ હવા ખાવાના સ્થળે ખુલ્લામાં બેઠા હો તેવી આહ્લાદક લાગે.

આ સ્યૂટની દિવાલો પણ પેઇન્ટિંગ, મિરર, બે મોટા બેડરૂમ, ટેરેસ, વિશાળ ડ્રોઇંગ રૂમ, બાથની સુવિધા, જીમ, રસોડુ, 12 સીટર ડાઇનિંગ એરિયા ધરાવતા ‘સ્યુટ’નું નામ ‘ચાણક્ય’ છે. સ્યુટ માટેની અલાયદી હાઈ સ્પિડ લિફ્ટ છે. કારનું પાર્કિંગ પણ ઉપરના મજલે આવેલ ‘સ્યુટ’માં જ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ કાર્ટર, ક્લીન્ટન, જ્યોર્જ બુશ પણ આ જ ‘સ્યુટ’માં રહી ચૂક્યા છે.

‘સ્યુટ’માં અદ્યતન ગેજેટ્સ અને ટેકનોલોજી પણ સામેલ છે. 55 ઇંચનું ટીવી, આઈપોડ ડોકીંગ સ્ટેશન, બિઝનેસ કોર્ટયાર્ડ, મીટિંગ માટેની લોન્જ, બોર્ડરૂમ પણ હોઈ ટ્રમ્પ ત્યાંથી વ્હાઇટ હાઉસની જેમ કામ કરી શકશે. ‘સ્યુટ’મા જ માઇક્રો બાયોલોજિકલ લેબોરેટરી છે જ્યાં મહાનુભાવોને પીરસાતુ ફૂડ ટેસ્ટ કરી શકાતું હોય છે.

એર ક્વોલિટી વર્લ્ડ હેલ્થના સ્ટાન્ડર્ડ પ્રમાણે આ હોટલને રાખવી પડે છે. ટ્રમ્પના આગમનને નજરમાં રાખીને આખી હોટલના 438 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પના કાફલા સીવાય હોટલમાં કોઇને ફરકવા દેવામાં નહીં આવે.

Read Also

Related posts

શિયાળામાં ગરમ પાણીથી નહાતા હોવ તો થઈ જાઓ સાવધાન, સારા સ્વાસ્થ્ય માટે આ 10 ભૂલોથી પણ બચો

Ali Asgar Devjani

નવા સર્વેમાં થયો મોટો ખુલાસો, ધૂમ્રપાન અને શાકાહારી લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ

Pravin Makwana

ફરી સામે આવી પાકિસ્તાનની બેવડી નીતિ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને ના આપ્યા વિઝા

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!