GSTV
Home » News » દુનિયામાં જળસંકટનો સામનો કરી રહેલા 400 શહેરોમાં ભારતનું આ શહેર પ્રથમ સ્થાને

દુનિયામાં જળસંકટનો સામનો કરી રહેલા 400 શહેરોમાં ભારતનું આ શહેર પ્રથમ સ્થાને

મેટ્રો સિટી ચેન્નાઈના જળસંકટે આખી દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે. ભારતના સંખ્યાબંધ શહેરો જળસંકટ સામે ઝઝૂમી રહયા છે. આવનારા વર્ષોમાં ચેન્નાઈ જેવી જ હાલત ભારતના ઘણા શહેરોની થાય તો નવાઈ નહી હોય. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે દુનિયામાં જળસંકટનો સામનો કરી રહેલા 400 શહેરોમાં ચેન્નાઈ ટોપ પર છે.

જ્યારે કોલકાતા બીજા ક્રમે છે. ભીષણ જળસંકટ જ્યાં છે તેવા ભારતના 20 શહેરોમાં ચેન્નાઈ અને કોલકાતા ઉપરાંત મુંબઈ અને દિલ્હી પણ સામેલ છે. આ લિસ્ટમાં મુંબઈનો ક્રમ 11મો અને દિલ્હીનો 15મો ક્રમ છે. ઈરાનના તહેરાનનો આ લિસ્ટમાં છઠ્ઠો, ઈન્ડોનેશિયાના જકાર્તાનો સાતમો અને અમેરિકાના લોસ એન્જલિસનો આઠમો નંબર આવે છે.

આ લિસ્ટ તૈયાર કરનાર સંસ્થા ડબલ્યુ ડબલ્યુ એફના કહેવા પ્રમાણે જળસંકટનો સામનો કરી રહેલા મોટાભાગના શહેરો નદી કિનારે છે અને તેમની વસતી વધારે છે. આ શહેરોમાં નદીના પાણીનો બેફામ ઉપયોગ કરાયો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે પડી રહેલા દુકાળથી પણ સમસ્યા વધારે વિકરાળ થઈ છે. ચેન્નાઈ અને કોલકાતા જેવા શહેરોમાં જળસ્ત્રોત સુકાઈ રહ્યા છે. તેના કારણે જળસંકટ પેદા થઈ રહ્યુ છે.

સંસ્થાનુ કહેવુ છે કે, જેટલી ઝડપથી જંગલો ખતમ થઈ રહ્યા છે તેના કરતા ત્રણ ગણી વધારે ઝડપથી પાણીના સ્ત્રોત ખતમ થઈ રહ્યા છે. ચેન્નાઈની વાત કરવામાં આવે તો ચેન્નાઈને પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયોમાં પાણી જ નથી. ટ્રેનથી એક કરોડ લીટર પાણી મંગાવાઈ રહ્યુ છે. ટેન્કરો દ્વારા શહેરોમાં પાણી પુરૂ પાડવામાં આવે છે. આઈટી કંપનીઓએ સ્ટાફને ઘરેથી કામ કરવાનુ કહી દીધુ છે.

READ ALSO

Related posts

14 મહિનામાં જ કુમારસ્વામીની વિદાય, બળવાખોર ધારાસભ્યો અંગે ભાજપ નેતાએ આપ્યું આ નિવેદન

Riyaz Parmar

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!