GSTV
Cricket Sports Trending

બીજી ટી-20 મેચ / ભારતનો ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય, છેલ્લી ઓવરમાં કાર્તિકનો કમાલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના પગલે મેચ મોડી શરૂ થઈ હતી એટલું જ નહીંઆઠ-આઠ ઓવરની મેચ રમાઈ હતી જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 90 રન બનાવ્યા હતા. 91 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમે 7.2 ઓવરમાં જ લક્ષ્ય પાર પાડ્યો હતો જેના પગલે હવે શ્રેણી 1-1થી સરભર થઈ ગઈ છે જ્યારે સીરીઝની નિર્ણાયક અને આખરી ટી-20 મેચ રવિવારે રમાશે.

કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે આક્રમક શરૂઆત કરી હતી. હેઝલવુડે નાખેલી પહેલી જ ઓવરમાં 20 રન ઝૂંડી નાખ્યા હતા. જોકે કેએલ રાહુલ ઝામ્પાની બોલિંગમાં 10 રને આઉટ કર્યો હતો. ઝામ્પાએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી જેના પગલે ભારતીય ટીમમાં એક તબક્કે દબાણ લાવી દીધું હતું. વિરાટ કોહલીને આઉટ કર્યા બાદ સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો આમ મેચમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી.

રોહિત-અક્ષર જીતના હિરો

ભારતીય ટીમના જીતના હિરો કેપ્ટન રોહિત શર્મા અને બોલર અક્ષર પટેલ રહ્યા છે. રોહિત શર્માએ 20 બોલમાં 4 સિક્સ અને 4 ફોરની મદદથી અણનમ 40 રન ફટકાર્યા હતા જ્યારે અક્ષર પટેલ બે ઓવરમાં માત્ર 13 રન આપીને મહત્વની બે વિકેટ ઝડપી હતી.

નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મુકાબલો મોહાલીમાં રમાઈ રહ્યો હતો જેમાં આસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ટીમે 19.2 ઓવરમાં જ ટ્રાગેટ પાર પાડ્યો હતો પરિણામે ભારત ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી પાછળ પડી ગયું હતું.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત – કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા – એરોન ફિન્ચ (કેપ્ટન), જોસ ઇંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, નોથન એલિસ.

READ ALSO

Related posts

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL

આ મંદિરનો પ્રસાદ ખાવાથી મળે છે અસાધ્ય રોગથી છુટકારો, પ્રતિદિન ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર

Damini Patel

નાઈટ શિફ્ટ / મહિલાઓએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો, જાણો

Hemal Vegda
GSTV