GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

VIDEO : આ બોલરે બે હાથથી બોલિંગ કરી, ઓસી. બેટસમેનો મૂંઝાયા

ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે મંગળવારે પ્રેકટિસ મેચમાં બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનને 103 રનથી પરાજ્ય આપ્યો હતો. જો કે, આ મેચમાં એક યુવા ખેલાડી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો કારણ કે આ યુવા બોલરે આ મેચમાં એવી રીતે બોલિંગ કરી કે પ્રવાસી ટીમ પણ દંગ રહી ગઇ હતી.

બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી રમતા 24 વર્ષિય યુવા બોલર અક્ષય કર્ણેવારે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રેકટિસ મેચમાં બે હાથોથી બોલિંગ કરી હતી. તેને બે હાથોથી બોલિંગ કરતો જોઇને પ્રવાસી ટીમના બેટસમેનો પણ દંગ રહી ગયા હતા. અક્ષયે આ મેચમાં 6 ઓવર નાંખી હતી. જેમાં એક ઓવરમાં તેણે બંને હાથથી બોલિંગ કરી હતી. જો કે, તેણે 9.83 ની એવરેજથી 59 રન આપીને ટ્રેવિસ હેડની વિકેટ લીધી હતી. આટલું નહીં તેણે બેટિંગ કરતા 28 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી શાનદાર 40 રન બનાવ્યા હતા.

ઉલ્લેખનીય છેકે, આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બોર્ડ ઇલેવનની ટીમ 48.2 ઓવરમાં 244 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.

Related posts

પીટરસને કોહલીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, મળ્યો એવો જવાબ કે બોલતી બંધ થઈ ગઈ

Ankita Trada

સચિને ખરાબ સમયમાં મદદ કરી હતી પરંતુ ક્રિકેટ અંગે વાત કરી ન હતી: પૃથ્વી શો

Mansi Patel

ભારતના ‘ગેરી સોબર્સ’ : જેની કારકિર્દી 26 ટેસ્ટમાં જ પૂરી થઈ ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!