એશિયન કુશ્તિમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘરઆંગણે યોજાયેલી એશિયન કુસ્તીમાં ભારતે શાનદાર દેખાવ કરતાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સાથે ૨૦ મેડલ જીતીને મેડલ ટેબલમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતનો આ એશિયન કુસ્તી ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ છે. જાપાન ૮ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૪ બ્રોન્ઝ સાથે ૧૬ મેડલ જીતીને પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે ઈરાન ૭ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૭ બ્રોન્ઝ સાથે ૧૭ મેડલ જીતીને બીજા સ્થાને રહ્યું હતું. નવી દિલ્હીના કે.ડી.જાધવ સ્ટેડિયમમાં રમાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપના આખરી દિવસે ભારતને વધુ ત્રણ મેડલ મળ્યા હતા.
એશિયન કુશ્તિમાં ભારતનું શાનદાર પ્રદર્શન
જિતેન્દર કુમારે ૭૪ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં ફાઈનલ સુધીની સફર ખેડી હતી. જોકે ફાઈનલમાં તેને કઝાખસ્તાનના ડાનિયા કૈસાનોવ સામે હારનો સામનો કરવો પડયો હતો. આમ છતાં તેણે સિલ્વર જીતવાની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં સ્થાન મેળવ્યું હતુ.નવી દિલ્હીના કે.ડી.જાધવ સ્ટેડિયમમાં રમાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપના આખરી દિવસે ભારતને વધુ ત્રણ મેડલ મળ્યા હતા. જિતેન્દર કુમારે ૭૪ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં ફાઈનલ સુધી પહોંચ્યા હતા. જોકે ફાઈનલમાં તેને કઝાખસ્તાનના ડાનિયા કૈસાનોવ સામે હારનો સામનો કરવો પડયો હતો. આમ છતાં તેણે સિલ્વર જીતવાની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં સ્થાન મેળવ્યું હતુ.
પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સાથે ૨૦ મેડલ જીતીને મેડલ ટેબલમાં ત્રીજું સ્થાન
જ્યારે બીજી તરફ દીપક પુનિયાને ૮૬ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે રાહુલ અવારે ૬૧ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ભારતે ગત વર્ષની એશિયન ચેમ્પિયનશિપમાં માત્ર ૧ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેળવ્યા હતા. જ્યારે આ વખતે ભારતે ૫ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૯ બ્રોન્ઝ જીતીને ઈતિહાસનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ભારતે ભલે લગભગ તમામ મેડલ જીતવા માટે શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય પરંતુ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં ભારતનો દબદબો પહેલા જેવો જોવા મળ્યો ન હતો. ભારતના ગોલ્ડ મેડાલીસ્ટ્સ – ગ્રીકો રોમન : સુનિલ કુમાર (૮૭ કિગ્રા વજન વર્ગ ), પિંકી (૫૫ કિગ્રા), સરિતા મોર (૫૯ કિગ્રા), દિવ્યા કાકરાન (૬૮ કિગ્રા) ફ્રિસ્ટાઈલ : રવિ કુમાર દહિયા (૫૭ કિગ્રા)
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….