GSTV

ભારતની સૌથી ધાકડ બેટ્સમેન ડીઅેસપીમાંથી સિપાઈ બનશે, ડિમોશન થશે

ક્રિકેટના મેદાનમાં લેડી સહેવાગના નામથી જાણીતી ભારતની અોલરાઉન્ડર બેટ્સમેન હરમનપ્રિત કૌર ડિગ્રીઅોને લઇને વિવાદમાં ફસાઈ છે. હરમનપ્રિત પર અારોપ છે કે, તેણે અા ડિગ્રીઅોનો ખોટો દુરોપયોગ કરી અા પદ મેળવ્યું છે. તેણે જમા કરાવેલી તમામ ડિગ્રીઅો નકલી છે.  ભારતીય મહિલા ક્રિકેટ ટીમની T-20 ફોર્મેટની કેપ્ટન હરમનપ્રીત કૌરની માર્કશીટ નકલી હોવાની પુષ્ટી થઈ છે. ત્યારે હવે હરમનપ્રીત કૌરની પંજાબમાં DSPની નોકરી પર તલવાર લટકી રહી છે.

  • પંજાબના મોગામાં રહેતી હરમનપ્રીતે 1લી માર્ચ, 2018નાં રોજ ડેપ્યુટી એસપી પદ જોઈન કર્યું હતું.
  •  જોઈનિંગ સમયે હરમને ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી, મેરઠથી મેળવેલી સ્નાતકની ડિગ્રી જમા કરી હતી, જે નકલી હોવાનું સામે આવ્યું છે.
  •  ડિગ્રીની તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે માર્કશીટમાં છપાયેલો રોલ નંબર અને નોમિનેશન નંબર રેકોર્ડમાં ઉપલબ્ધ જ નથી.
  •  આ પહેલાં હરમન ઈન્ડિયન રેલવેમાં કાર્યરત હતી. જો કે DSPની નોકરી મળતાં તેને રેલવેની નોકરી છોડી દીધી હતી.

પંજાબ પોલીસના જણાવ્યા મુજબ હરમનપ્રીત કૌરે જે દસ્તાવેજો પોલીસ વિભાગને સોંપ્યા હતા, તેમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીની છે. પરંતુ જયારે અમે તેમની ડિગ્રીની તપાસ યુનિવર્સિટીમાં કારવી તો તેમણે જણાવ્યું હતું કે, હરમનપ્રીતની ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબર તેમની યુનિવર્સિટીનો નથી.   હવે આ મામલામાં પોલીસનો સંપૂર્ણ તપાસ અહેવાલ આવે તેની રાહ જોવાઈ રહી છે. જો તેમાં પણ તેની ડિગ્રી નકલી હોવાનું ફલિત થયું તો હરમનપ્રીત  કૌર પર યોજનાબદ્ધ રીતે છેતરપિંડી કરવાનો કેસ થઈ શકે છે.

2016-17ના સત્ર માટે સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી હતી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરને હાલમાં જ 2016-17ના સત્ર માટે સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી હતી. હરમનપ્રીતની નકલી ડિગ્રીનો વિવાદ સામે આવતાં પંજાબ સરકારે અર્જુન એવોર્ડ ખેલાડીની DSPનું પદ છીનવીને સિપાહી બનાવવાની ભલામણ કરી છે.  પંજાબ સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ હરમનપ્રીત કૌરે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ત્યારે તેને ફક્ત સિપાહીની પોસ્ટ આપી શકાય છે.  પંજાબ સરકારના સૂત્રોએ કહ્યું કે, “અમે હરમનપ્રીત કૌરને કહી દીધું છે કે જો તેઓ સિપાહીની પોસ્ટ પર રહેવા માગે છે તો અમને જણાવી દે, પરંતુ BA પાસ ન હોવાને કારણે DSPનું પદ ન આપી શકાય.”

દેશને ગૌરવ અપાવનાર હરમનપ્રીત કૌરને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી જે બાદ તેને પંજાબ પોલીસે DSPની નોકરી આપી હતી, પરંતુ હવે આ નકલી ડિગ્રીનો મામલો સામે આવતાં તેનું ડિમોશન લગભગ નક્કી માનવામાં આવે છે. જોકે હરમનપ્રીત કૌરના મેનેજરે કહ્યું કે હરમનની નોકરીમાંથી ટર્મિનેશનને લઈને પંજાબ પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાણ કરાઈ નથી અને હરમનપ્રીતની આ તે ડિગ્રી છે જે રેલવેમાં નોકરી દરમિયાન આપવામાં આવી હતી. તો આ ખોટી અને નકલી કઈ રીતે હોય શકે છે?” ભારતની ટોચની મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરે પંજાબ પોલીસમાં ડીએસપી પદનો હોદો સંભાળી લીધો છે. પંજાબના ડીજીપી સુરેશ અરોડા અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્રસિંઘે હરમનપ્રિતને હોદાના સ્ટાર લગાવીને પંજાબ પોલીસમાં આવકાર આપ્યો હતો. હરમનપ્રિત કૌરે રેલવેની નોકરી છોડીને ખાખી વર્દી પહેરી છે.

દેશની અેકમાત્ર મહિલા ક્રિકેટર દે વિદેશમાં ટી-20 લીગમાં કરારબધ્ધ

હરમનપ્રિત કૌર ભારતની પહેલી એવી મહિલા ક્રિકેટર બની છે જે વિદેશની ટી-20 લીગમાં કરારબધ્ધ થઇ હોય. હરમનપ્રિત ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં સિડની થન્ડર ટીમમાં કરારબધ્ધ થઇ હતી. આ ઓસ્ટ્રેલિયન લીગ ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં રમાશે. બીસીસીઆઇએ તાજેતરમાં જ મહિલા ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની છૂટ જાહેર કરી છે. હરમનપ્રિત કૌર ઓલરાઉન્ડર છે અને ભારતીય મહિલા ટીમની વાઇસ કેપ્ટન છે. ભારતીય મહિલા ટીમની સુકાની મિથાલી રાજ અને ઝડપી બોલર ઝૂલન ગોસ્વામી એડિલેડ સ્ટ્રાઇકરના સંપર્કમાં છે

Related posts

ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ

Karan

આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી

Mansi Patel

ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!