GSTV
Gujarat Government Advertisement

આજે 70માં પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી, દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા

Last Updated on June 19, 2019 by Mayur Vora

પ્રજાસત્તાક દિવસ(૨૬ જાન્યુઆરી)ને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં ૨૫,૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે મહિલા કમાન્ડો અને શાર્પ શૂટર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. 

બે આતંકીઓની ધરપકડ કરવામાં આવ્યા પછી દિલ્હીને હાઇ સિક્યુરિટી ઝોનમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલા જૈશે મોહંમદના આતંકવાદી અબ્દુલ લતીફ ગની(૨૯ વર્ષ) ઉર્ફે ઉમેર ઉર્ફે દિલાવર અને હિલાલ અહેમદ ભાટ(૨૬ વર્ષીય) ૭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન આતંકી હુમલો કરવાના હતાં. 

ધરપકડ કરાયેલા આતંકીઓએ લાજપતનગર માર્કેટ, હજ મંઝીલ, તુર્કમાન ગેટ, પહરગંજ, ઇન્ડિયા ગેટ અને આઇજીએલ ગેસ પાઇપલાઇન જેવા સ્થળોની રેકી કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ(સ્વાત) યુનિટના ૩૬ મહિલા કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે. 

દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર મધુર વર્માએ જણાવ્યું છે કે સીસીટીવી કેમેરાની સાથે ચહેરા ઓળખી શકે તેવા કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. સુરક્ષા અધિકારીઓએ મહત્ત્વપૂર્ણ અને વધુ ભીડ ધરાવતા સ્થળો શોધી કાઢ્યા છે અને ત્યાં સુધી વધારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. 

પ્રજાસત્તાક દિવસના સમારંભને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે માટે ૩૦૦૦ ટ્રાફિક પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

સવારે ૯.૫૦ વાગ્યે વિજય ચોકથી પરેડ શરૂ થશે અને તે રાજપથ, તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર માર્ગ, નેતાજી સુભાષ માર્ગથી થઇ લાલ કિલ્લાએ પહોંચશે.

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!