GSTV

ફરાર/ ભારતના 3 મોસ્ટ વોન્ટેડ આર્થિક ભાગેડુ: સરકારે 18 હજાર કરોડની સંપત્તિ કરી જપ્ત, બેન્કોના ખૂલી ગયા નસીબ

Last Updated on June 23, 2021 by Harshad Patel

વિવિધ બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા કૌભાંડી ભાગેડુઓ વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી પર સરકારે સકંજો કસ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ ત્રણેય ભાગેડુઓ પાસેથી કુલ 18 હજાર કરોડની સંપત્તિ વસૂલ કરી છે. તે પૈકી 8 હજાર 400 કરોડ રૂપિયા જેટલી સંપત્તિ પબ્લિક સેક્ટર બેંક અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર પણ કરી દેવામાં આવી છે.

બેંકને ચૂનો ચોપડી ફરાર થઇ ગયેલા કૌભાંડીઓ પર કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી

દેશની વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયા લીધા બાદ બેંકને ચૂનો ચોપડી ફરાર થઇ ગયેલા કૌભાંડીઓ પર કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુઓ વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી પર સકંજો કસી ત્રણેય પાસેથી કુલ 18 હજાર 170 કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને જપ્ત કરેલી સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને સોંપવામાં આવી છે.

9 હજાર 371 કરોડની સંપત્તિ સરકાર અને બેંકોને સોંપી

ઇડીએ જપ્ત કરેલી કુલ 18 હજાર 170 કરોડની સંપત્તિ પૈકી 9 હજાર 371 કરોડની સંપત્તિ સરકાર અને બેંકોને સોંપી છે. જે પૈકી જાહેર ક્ષેત્રની બેંકોને 8 હજાર 441 કરોડની સંપત્તિ સોંપવામાં આવી છે. આ સંપત્તિઓ દ્વારા ત્રણેય ભાગેડુઓના કૌભાંડો દ્વારા બેંકોને જે નુકસાન સહન કરવું પડ્યું છે તેની રિકવરી કરવામાં આવશે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા જાહેર ક્ષેત્રની બેંકો સાથે ઠગાઇ કરવામાં આવી હતી. આ ભેજાબાજોની કંપનીએ મેળવેલા ભંડોળ અને છેતરપિંડીના કારણે બેંકોને કુલ 22 હજાર 585 કરોડનું નુકસાન થયું છે. ઇડીની તપાસમાં ત્રણેય આરોપીએ ડમી એન્ટ્રીનો ઉપયોગ કરી બેંકો તરફથી મેળવેલ ભંડોળને ફેરવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

ત્રણેય પાસેથી બેંકોને થયેલા નુકસાનના અંદાજે 80 ટકા જેટલી સંપત્તિ જપ્ત

ઇડીએ 18 હજાર 170 કરોડ એટલેકે ત્રણેય પાસેથી બેંકોને થયેલા નુકસાનના અંદાજે 80 ટકા જેટલી સંપત્તિ જપ્ત કરી છે. જે પૈકી વિદેશમાં 969 કરોડની સંપત્તિઓ પણ સામેલ છે. જપ્ત કરાયેલી સંપત્તિઓ પૈકી અનેક સંપત્તીઓ નકલી કંપનીઓ, ત્રીજા પક્ષો, સગાં-સંબંધીઓ તેમજ ટ્રસ્ટના નામે હતી. ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગની તપાસ બાત પ્રોસીક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિજય માલ્યાના પ્રત્યાર્પણનો વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ કર્યો હતો

લંડનમાં રહેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણનો વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ કર્યો હતો. જેના પર યુકેની હાઇકોર્ટે મંજૂરીની મહોર પણ મારી દીધી છે. બીજી તરફ વેસ્ટમિન્સ્ટર કોર્ટે નિરવ મોદીના પ્રત્યાર્પણનો પણ આદેશ આપ્યો છે. ભારતના પ્રત્યાર્પણ અનુરોધ પર નિરવ મોદી છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી લંડનની જેલમાં છે. જ્યારે કે મેહુલ ચોક્સીની તાજેતરમાં જ ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકાર ત્રણેય ભાગેડુઓના પ્રત્યાર્પણ માટે પ્રયાસો કરી રહી છે…

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!