GSTV

ભારતના દસમાં ચૂંટણી કમિશ્નર અને મેગ્સેસ એર્વોડથી સન્માનિત ટી.એન.શેષનનું નિધન

Last Updated on November 11, 2019 by Mayur

ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષનનું 87 વર્ષની વયે નિધન થયું હતું, તેમણે ચેન્નાઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભારતના 10માં મુખ્ય ચૂંટણી કમિશનર ટીએન શેષન ચૂંટણીઓની પ્રક્રિયામાં સુધારા માટે બહુ જ જાણીતા હતા, તેમના સમયગાળામાં અનેક એવા સુધારા કર્યા જે આજે પણ ઉપયોગી સાબીત થઇ રહ્યા છે. તેઓ 12મી ડિસેમ્બર 1990થી 11મી ડિસેમ્બર 1996 સુધી મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પર રહ્યા હતા. તેમના વિશે એવુ પણ કહેવાતું હતું કે રાજનેતાઓ ભગવાનથી ડરે અથવા તો શેષનથી.

તેમણે પદ સંભાળ્યું તે દરમિયાન મતદાન ઓળખપત્રની શરૂઆત પણ કરી, 1996માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના વિશે એવું કહેવાતું હતું કે રાજનેતાઓ બેથી ડરે એક ભગવાન અને બીજા ટીએન શેષન. ચૂંટણીમાં મહત્વનું ગણાતું ઓળખપત્ર તેમના સમયગાળામાં જ જનતાને મળ્યું હતું.જ્યારે શેષને ચૂંટણી ઓળખકાર્ડની તરફેણ કરી ત્યારે નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે ભારતમાં આટલી ખર્ચીલી વ્યવસ્થા શક્ય નથી. તે સમયે શેષને કહ્યું હતું કે જો મતદારો ઓળખપત્ર નહીં બનાવે તો દેશમાં 1995 બાદ કોઇ જ ચૂંટણી નહીં થાય.

કેટલાક રાજ્યોમાં તો તેમણે ચૂંટણી એટલા માટે પણ સ્થગીત કરાવી દીધી હતી કેમ કે ચૂંટણી માટેના મતદારોના ઓળખપત્ર તૈયાર જ નહોતા થયા. 1932માં કેરળમાં જન્મેલા શેષને ચેન્નાઇમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બિમાર હતા, તેમને અનેક મોટા નેતાઓ સહીતે શ્રદ્ધાંજલી પાઠવી હતી.

READ ALSO

Related posts

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah

કિર્લોસ્કર બ્રધર્સમાં પારિવારિક વિવાદ વધ્યો, કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ, દેશ-વિદેશમાં સ્થાપિત છે 14થી વધુ પ્લાન્ટ

pratik shah

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!