GSTV

વિકાસની વાતો કરતી મોદી સરકારની બીજી ટર્મમાં આયાત-નિકાસમાં 10 અબજનો ઘટાડો

Last Updated on October 16, 2019 by Mayur

પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ, લેધર, કેમિકલ, જેમ્સ એન્ડ જવેલરી વસ્તુઓની નિકાસ ઘટવાને કારણે સપ્ટેમ્બરમાં ભારતની નિકાસ 6.57 ટકા ઘટીને 26 અબજ ડોલર  રહી હતી. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં આયાત પણ 13.85 ટકા ઘટીને 36.89 અબજ ડોલર રહી હતી. જેના કારણે સપ્ટેમ્બરમાં વેપાર ખાધ ઘટીને 10.86 અબજ ડોલર થઇ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વેપાર ખાધ 14.95 અબજ ડોલર હતી.

નિકાસ માટેના 30 મહત્ત્વપૂર્ણ સેક્ટરમાંથી 22 સેક્ટરમાં સપ્ટેમ્બરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમ્સ-જ્વેલરી,. એન્જિનિયરિંગ ગુડ્ઝ, પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં અનુક્રમે 5.56 ટકા, 6.2 ટકા અને 18.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સપ્ટેમ્બરમાં ઓઇલની આયાત 18.33 ટકા ઘટીને 8.98 અબજ ડોલર રહી હતી અને ઓઇલ સિવાયની વસ્તુઓની આયાત 12.3 ટકા ઘટીને 27.91 અબજ ડોલર રહી હતી. એપ્રિલથી સપ્ટેમ્બર, 2019 સુધીના છ મહિનાની વાત કરવામાં આવે તો નિકાસ 2.39 ટકા ઘટીને 159.57 અબજ ડોલર અને આયાત સાત ટકા ઘટીને 243.28 અબજ ડોલર રહી છે. સપ્ટેમ્બરમાં સોનાની આયાત 50.82 ટકા ઘટીને 1.27 અબજ ડોલર રહી હતી.

READ ALSO

Related posts

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Pravin Makwana

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah

હકીકત કે અફવાઓ: 70 વર્ષ બાદ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન બંધ થઈ જશે, રસી લીધી નહીં હોય તેના ઘરની વિજળી કાપી નાખવામાં આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!