GSTV
Home » News » વિદેશમાં વસતા ભારતીયોએ વતનમાં મોકલ્યા 5.5 લાખ કરોડ રૂપિયા, ચીનને પણ છોડ્યું પાછળ

વિદેશમાં વસતા ભારતીયોએ વતનમાં મોકલ્યા 5.5 લાખ કરોડ રૂપિયા, ચીનને પણ છોડ્યું પાછળ

વિદેશમાંથી ધન મોકલવાની બાબતમાં ભારતિય નાગરિકો સૌથી આગળ છે. યૂએનના રિપોર્ટ અનુસાર, 2018 માં વિદેશ રહેતા ભારતીયોએ લગભગ 5.5 લાખ કરોડ રૂપિયા પોતાના ઘરે મોકલ્યા છે, આ બાબતમાં ચીન બીજા નંબરે છે, ભારતને ગત કેટલાંક વર્ષોમાં સૌથી વધારે વિદેશી ધન 2018માં મળ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઈન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન (આઈઆઈઓએમ) ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશમાં રહેતા ભારતીયો તેમના દેશની સૌથી વધારે મદદ કરે છે. વર્ષ 2018માં ભારતીયોએ કુલ 78.6 અરબ ડૉલર એટલે કે, લગભગ 5.5 લાખ કરોડ રૂપિયા દેશમાં મોકલ્યા છે. રિપોર્ટ અનુસાર, વિદેશોમાં લગભગ 1.75 કરોડ ભારતીયો રહે છે, એટલે સરેરાશ એક ભારતીતે વર્ષના 3.15 લાખ મોકલ્યા ગણાય. આ પહેલાં 2017માં ભારતમાં 65.3 અરબ ડૉલર અને 2016માં 62.7 અરબ ડૉલર આવ્યા હતા.

દુનિયામાં ભારતની ભાગીદારી 14 ટકા
રિપોર્ટમાં જનાવ્યા અનુસાર, દુનિયામાં 2018માં વિદેશમાંથી દેશમાં મોકલેલ ધનમાં ભારતની ભાગીદારી 14 ટકા છે, આ દરમિયાન દુનિયાભરના દેશોએ લગભગ 689 અરબ ડૉલર મેળવ્યા છે, જે 2017 માં 633 અરબ ડૉલર હતા. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે કેરળમાં પૂર આવ્યું હતું. તે સમયે ભારતીયોએ વિદેશમાંથી સૌથી વધારે ધન મદદ માટે મોકલ્યું હતું. આ જ કારણે 2017ની સરખામણીમાં 14 ટકા વધારે વિદેશી ધન મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે, 2010 થી 2015 વચ્ચે ભારતે સૌથી વધારે વિદેશી ધન મેળવ્યું હતું. 2010માં આ રકમ 53.48 અરબ ડ!ઓલર હતી, જે 2015માં વધીને 68.91 અરબ ડૉલર થઈ ગઈ હતી. આ દરમિયાર આ રકમમાં લગભગ 29 ટકાનો વધારો થયો હતો.

ગરીબ દેશોમાં વધી રહ્યું છે વિદેશી ધન
ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વિદેશી ધનની આવક વધી રહી છે. 2017માં આવા દેશોને કુલ 483 અરબ ડૉલરની વિદેશી પૂંજી મળી હતી, જે 2018માં વધીને 529 અરબ ડૉલર થયા. આ દરમિયાન લગભગ 9.6 ટકાનો વધારો જોવા મળ્યો. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ભારત બાદ ચીનને 67 અરબ ડૉલર, મેક્સિકોને 36 અરબ ડૉલર, ફિલીપીંસને 34 અરબ ડૉલર અને ઈજિપ્તને 29 અરબ ડૉલેરનું વિદેશી ધન મળ્યું છે.

Related posts

ટ્રમ્પનું મેન્યૂ: ટ્રમ્પ સાહેબ મન મુકીને ખાશે, તમામ વ્યંજનો ગુજરાતી રાખવામાં આવ્યા

Pravin Makwana

ભારતની જીવસૃષ્ટીની જાળવણી અને તેનુ સંવર્ધન કરવું જોઈએ : વડાપ્રધાન મોદી

pratik shah

ભારત અને અમેરિકાના મજબૂત સંબંધો પાછળનું આ છે કારણ, કુલ 8 વખત કરી ચૂક્યા છે મોદી-ટ્રમ્પ મુલાકાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!