GSTV

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

રોકાણ

Last Updated on July 25, 2021 by Pravin Makwana

ભારતીય કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં તેમની સેલરી સારી એવી વધશે તેવી આશા સેવાઈ રહી છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે, કંપનીઓએ કોવિડ સંક્રમણ રોકવા માટે લગાવેલા લોકડાઉનથી ઉબરવાની આશા સેવી રહ્યા છે. કોરોના સંકટના કારણે કંપનીઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ. તેની અસર કર્મચારીઓ પર પડી છે. ઈંક્રીમેંટની રાહ જોઈ રહેલા લોકોને નિરાશ થવાનો વારો આવ્યો છે. પણ તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી નાણાકીય વર્ષમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને સેલરીમાં વધારો કરી શકે છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે સેક્ટર્સમાં ભારતમાં મોટા પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી છે, તેમાં ઈ-કોમર્સ, ઈનફોર્મેશનલ ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ અને નાણાકીય સેવાઓ શામેલ છે. જો કે, એરોસ્પેસ, હોટલ અને હોસ્પિટાલિટી જેવા સેક્ટર્સમાં પાછો ઉછાળો આવવામાં થોડો સમય લાગી શકે છે.

શોષણ

આટલી વધી શકે છે સેલરી

જો બધુ બરાબર થઈ જાય અને ભારત COVID-19 ની ત્રીજી લહેર સાથે વ્યવહાર કરવામાં સમર્થ છે, તો બ્લૂમબર્ગ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષમાં એપ્રિલ 2022 થી શરૂ થતાં 8 ટકા સુધી વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે. ભારતમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે કારણ કે તેઓને રોગચાળાને કારણે નોકરીની ખોટ અથવા વેતન કાપનો સામનો કરવો પડે છે.

આપને જણાવી દઈએ કે અગાઉ નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1 જુલાઇથી વધારીને 28 ટકા કરવાના કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત જુલાઈથી જ પેન્શનરોને તેમના ડીઆરમાં 28 ટકાનો વધારો મળશે.

ખેડૂતો

આ ક્ષેત્રના કર્મચારીઓ માટે પગાર બમણો

કોરોના રોગચાળાના પ્રથમ તબક્કામાં, વ્યવસાય પર ઘણી અસર થઈ હતી અને તેના કારણે લોકોના પ્રમોશન અને વૃદ્ધિ પર પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ હવે આઇટી ક્ષેત્રના કર્મચારીઓનો પગાર વધ્યો છે. આઇટી કંપનીઓ એક્સેન્ચર ઇન્ડિયા, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસીસે તેમના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!