GSTV

સ્વિસ બેન્કમાં ભારતના ટોચના આ ઉદ્યોગપતિઓના છે કરોડો રૂપિયા જમા, જાણો કોણ છે આ

દેશમાં બેકિંગ સેક્ટરમાં સમસ્યાઓ ચાલી રહી છે. છેલ્લાં એક વર્ષમાં બેન્કોના 71 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા છે ત્યારે હાલમાં એક મોટો ખુલાસો થયો છે. ઉદ્યોગપતિ સંજય દાલમિયા, બેંગ્લુરુ સ્થિત હિંમતસિંગકા જૂથના એક્ઝિક્યુટિવ ચેરમેન દિનેશકુમાર હિંમતસિંગકા સહિતના ડઝનેક ભારતીય ઉદ્યોગપતિઓ સ્વિસ બેન્કમાં ખાતુ ધરાવે છે, જે નામ સ્વિટ્ઝરલેન્ડ ફેડરલ ગેઝેટમાં જાહેર કરવામાં આવ્યા છે. આ નામ આવકવેરા સત્તાવાળાઓ દ્વારા ચલાવતા ઓફશોર ખાતાની તપાસના ભાગરૂપે જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં દિનેશકુમાર હિંમતસિંગકાના ભાઈ અજોય કુમાર હિંમતસિંગકા, રેણુ થારાની, રાકેશ કથિયોટા, પંકજકુમાર સારોગી, નલિની ભાસ્કરની વિગતો પણ ભારતીય સત્તાવાળાઓ પ્રયત્નો પછી જાહેર કરવામાં આવી છે. આ અંગે સંજય દાલમિયાની ઓફિસ, હિંમતસિંગકા અને સારાઓગીની ઓફિસે મોકલવામાં આવેલી ઇ-મેઇલ પ્રશ્નાવલિને યોગ્ય જવાબ મળ્યો ન હતો. બીજો એક રિમાઇન્ડર ગયા સપ્તાહે મોકલાયો હતો, જે અનુત્તરીત રહ્યો હતો.  મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ મુજબ પંકજ કુમાર સારોગી કોલકાતા સ્થિત કમસેકમ નવ કંપનીઓમાં ડિરેક્ટર છે. ફેડરલ ગેઝેટ નોટિફિકેશન મુજબ સંજય દાલમિયાનું નામ 7 મે 2019ના રોજ જાહેર કરવામાંઆવ્યુ હતુ.

દિનેશકુમાર હિંમતસિંગકાનું નામ 14મે 2019માં ફેડરલ એડમિનિસ્ટ્રેટિવ કોર્ટની અપીલના પગલે જાહેર કરવામાં આવ્યું હતું. તેઓને 30 દિવસની અંદર તેના માટેના કારણો અને પુરાવા સુપ્રદ કરવા જણાવાયું હતું.  ઓટોમેટિક એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ ભારતે સપ્ટેમ્બર 2019થી સ્વિસ બેન્કો પાસેથી માહિતી મેળવવાનો પ્રારંભ કર્યો છે. નવેમ્બર 2016માં ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે ડેટાની આપલે માટે કરાર થયા હતા. નરેન્દ્રમોદી સરકારે 11,010 કરોડની બેહિસાબી રકમ વિદેશી ખાતામાંથી શોધી કાઢી છે. વ્હિઅસલ બ્લોઅરોએ વિદેશી એકમોના કરેલા મોટાપાયા પરના ડેટા લીકના લીધે આવિગત તપાસમાં આવી છે.

ફાઇનાન્સ મંત્રાલયના નેજા હેઠળના મલ્ટી-એજન્સી ગ્રુપની રચના સંકલન માટે અને ભારતીય નાગરિકોની અઘોષિત વિદેશી એસેટ્સ જાહેર કરવાની તપાસ ઝડપી બનાવવા કરાઈ છે. સ્વિસ બેન્કમાં કેટલાય ભારતીયો ખાતા ધરાવે છે, પરંતુ આ વિગતો હજી સુધી સ્વિસ સત્તાવાળાઓ પાસે જ હતી. ઉદાહરણ તરીકે જોઈએ તો આ યાદીમાં છ એપ્રિલ 1989ના રોજ જન્મેલા ડી એમનું નામ છે અને 19 જુન 1965માં જન્મેલા જે કે જેનું નામ છે. જ્યારે 30 ઓક્ટોબર 1948ના રોજ જન્મેલા આરએનનું નામ છે. 

નાણા મંત્રાલયના નેજા હેઠળ વિદેશમાં બેહિસાબી આવક અને સંપત્તિના કરવામાં આવેલા ત્રણ અભ્યાસ મુજબ આવી બેહિસાબી આવકનો અંદાજ મેળવવો અત્યંત અઘરો છે. જો કે તે રકમ જીડીપીના 7 ટકાથી 120 ટકા હોઈ શકે છે. ફ્યુજિટિવ ક્રિમિનલ ઓફેન્ડર્સ એક્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 1,30,000 કરોડની રકમ ટેક્સ પેટે લડવામાં આવી છે અને અંદાજે 50,000 કરોડની વિદેશી એસેટ્સ જપ્ત કરવામાં આવી છે. તેમા આ સમયગાળાની 1,600 કરોડની વિદેશી એસેટ્સનો પાછો સમાવેશ કરવામાં આવ્યો નથી. 

READ ALSO

Related posts

IPL 2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ આવી એક્શનમાં, આ સંભવિત ઉમેદવારો પર લગાવી શકે છે દાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!