યૂક્રેન આ સમયે રશિયાના હુમલાનો સામનો કર્યું છે. રશિયન સેના રાજધાની કિવમાં પ્રવેશ કરી ચુકી છે. સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. ત્યાં જ નાગરિકોના જીવ પર આવી ગયું છે આ વચ્ચે ભારતના એવા વિદ્યાર્થી જે યૂક્રેનમાં ફસાયેલા છે, એમની સામે મોટું સંકટ છે. આમ તો હુમલા દરમિયાન જીવનો ખતરો તો બીજી બાજુ રાશનનું સંકટ. જાણકારી મુજબ સ્ટુડન્ટસનું કહેવું છે કે એમની પાસે માત્ર 7 દિવસનું રાશન જ બચેલૂ છે.
તમને જણાવી દઈએ કે ભારત સરકાર યુક્રેનમાં રહેતા ભારતીયોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ત્યાં, 20 હજાર ભારતીયોમાંથી 4 હજાર નાગરિકો પહેલાથી જ ઘરે પરત ફર્યા છે. પરંતુ તમામ વિદ્યાર્થીઓ માટે ભારત પરત ફરવું ખૂબ જ મુશ્કેલ છે.
એક જ રાતમાં જીવન મુશ્કેલીમાં

એક ન્યુઝ ચેનલ સાથે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીએ વાત કરી. મૂળ બિહારનો આર્યન યુક્રેનના ડેનિપ્રો શહેરની ડેનિપ્રો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. આર્યને કહ્યું કે કેવી રીતે એક જ રાતમાં ડેનિપ્રોમાં ભારતીય વિદ્યાર્થીઓનું જીવન મુશ્કેલીમાં આવી ગયું. આર્યનએ જણાવ્યું કે સવારે 6:00 વાગ્યે તે 3 બોમ્બ બ્લાસ્ટથી જાગી ગયો. ત્યારથી તમામ વિદ્યાર્થીઓ ડરી ગયા છે. ગઈકાલ સુધી અમારે ઑફલાઇન ક્લાસ ચાલતા હતા, તેના કારણે અમને લાગતું હતું કે બધુ બરાબર થઈ જશે, પરંતુ આજે અચાનક યુનિવર્સિટીથી 40 કિલોમીટર દૂર વિસ્ફોટ થવા લાગ્યા.
મોલમાં રાશન ખરીદવા માટે ભીડ ઉમટી
આર્યને કહ્યું કે યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની બહાર ન જવા માટે કહેવામાં આવ્યું છે. અહીં શહેરની હાલત ખૂબ જ ખરાબ છે. વાહનવ્યવહારના તમામ સાધનો બંધ કરી દેવામાં આવ્યા છે. આજે મોલ્સમાં ઘણી ભીડ છે, કારણ કે લોકો વધુને વધુ રાશન એકત્રિત કરવા માંગે છે.

હોસ્ટેલમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ હાજર છે
આર્યન જે હોસ્ટેલમાં રહે છે ત્યાં 200 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હાજર છે. તેમની વચ્ચે છોકરીઓ પણ છે. આર્યને કહ્યું કે યુક્રેનમાં ગેસનો પુરવઠો રશિયાથી આવે છે. આવી સ્થિતિમાં ગેસ સપ્લાય બંધ કરવામાં આવે તો જનજીવન વધુ મુશ્કેલ બની જાય તેવી ભીતિ લોકોને છે.
એરપોર્ટ નજીક 800 વિદ્યાર્થીઓ ફસાયા
આર્યને કહ્યું કે લગભગ 800 વિદ્યાર્થીઓ ભારત જવા માટે યુનિવર્સિટીમાંથી નીકળી ગયા હતા, જેઓ હવે કિવ એરપોર્ટની આસપાસ અટવાયેલા છે. તેમણે કહ્યું કે હવે તેમની પાસે માત્ર 7 દિવસનું રાશન બચ્યું છે. તેમણે ભારત સરકારને અપીલ કરી છે કે તેને શક્ય તેટલી વહેલી તકે અહીંથી બહાર કાઢે. નોઈડામાં રહેતી આર્યનની બહેને કહ્યું કે પરિવારના સભ્યો ખૂબ જ પરેશાન છે. અમારી અપીલ છે કે સરકાર કોઈક રીતે અમારા ભાઈને સુરક્ષિત રીતે ભારત લાવે.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં