GSTV
Gujarat Government Advertisement

‘આ છે ગરીબ દેશ’, એક વર્ષમાં ભારતીયોએ મોબાઇલ પાછળ ખર્ચ્યા 94 હજાર કરોડ!

Last Updated on April 27, 2018 by Bansari

દેશમાં આજે મોટાભાગે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય જ છે. દેશના છેવાડાના ભાગો સુધી આજે સ્માર્ટફોન પહોંચી ગયો છે. ભારતમાં સ્માર્ટ મોબાઇલ ફોન યુઝર્સની સંખ્યા વૈશ્વિક સૌથી ઝડપી દરે વધી રહી છે અને આ ઉભરતા બજારનો લાભ લેવા માટે ઘણી મોબાઇલ કંપનીઓ ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ યુનિટ સ્થાપ્યા છે અથવા તો સ્થાપવાની વિચારણા કરી રહી છે. આ થકી ભારત સ્માર્ટ મોબાઇલ ફોનના મામલે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે દિલ્હી ખાતે ઔદ્યોગિક સંસ્થા એસોચેમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં ભારતની મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ રૂ.૧.૩૨ લાખ કરોડના સ્તરે પહોંચી જવાની શક્યતા છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૬ના અંતે ભારતમાં ૧૧ કરોડ જેટલા મોબાઇલ ફોનનું મેન્યુફેક્ચરિંગ થયું હતું. વાર્ષિક સરખામણીએ મેન્યુફેક્ચરિંગમાં ૬૦ ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૫માં મોબાઇલ ફોનના મેન્યુફેક્ચરિંગમાં ૯૦ ટકાનો વધારો નોંધાયો છે. મૂલ્યની રીતે વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ભારતમાં રૂ.૧૮.૯૦૦ કરોડના મોબાઇલ ફોનનું મેન્યુફેક્ચરિંગ થયું હતું જે વર્ષ ૨૦૧૫-૧૬માં વધીને રૂ. ૫૪,૦૦૦ કરોડે અને વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૯૪,૦૦૦ કરોડે પહોંચી ગયું હતું. સસ્તા ઇન્ટરનેટ ડેટા સર્વિસનો વ્યાપ અને વિસ્તાર વધવાથી ભારતમાં સ્માર્ટ ફોન યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!