હવે ખેડૂતોના ટેરવે ઘુમશે માહિતી, ભારત સરકારે લોંચ કરી સૌ પ્રથમ વિડિયો મોબાઇલ એપ્લીકેશન…

દેશમાં ખેતી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ફુડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા નવી દિલ્હી ખાતે વર્લ્ડ એગ્રો ફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. એગ્રો ફેરમાં ખેડૂતોને કૃષિલક્ષી માહિતી સરળતાથી મળી રહે તે માટે  ભારતની સૌ પ્રથમ વિડિયો મોબાઇલ એપ્લીકેશન ”એગ્રીમીડીયા વિડિયો એપ” તૈયાર કરવામાં આવી છે.

આ મોબાઇલ એપને દેશનો સૌછી  નેશનલ એવોર્ડ ડીજીટલ માર્કેટીંગ કેટેગરીમાં જગદીશ ધાનાણી, ફાઉન્ડર અને ડાયરેકટર, ડીજીટલ એગ્રીમીડીયા, ગાંધીનગર, ગુજરાતને એગ્રી સ્ટાર્ટ-અપ માટે આપવામાં આવેલ છે. ડીજીટલ એગ્રીમીડીયા કૃષિ ક્ષેત્રે છેલ્લા ૧૩ વર્ષથી કૃષિ અને કૃષિકારોને ઘર બેઠા ડીજીટલ ટેકનોલોજીથી ટેકનીકલ માહિતી મળે તે માટે કામગીરી કરી રહેલ છે.

તેમના દ્વારા ગુજરાતી ભાષામાં ૧રપ અને હિન્દી ભાષામાં ૬૦ એગ્રીમીડીયા ફિલ્મ ડીવીડી તૈયાર કરાયેલ છે. જેમાં કૃષિ, બાગાયત, પશુપાલન, એગ્રો ફોરેસ્ટ્રી, સહકાર, ગ્રામવિકાસ, કૃષિ ઇજનેરી વગેરે ક્ષેત્રના વિડીયો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter