GSTV

સંશોધનમાં થયો ખુલાસો/ સેલ્ફી લેવી એ મહિલાઓના જીવનનો એક ભાગ છે, ફોટો પાડી શેર કરવામાં ભારતીયો છે આગળ

ગૂગલ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક અધ્યયન અનુસાર સારામાં સારી સેલ્ફી લેવા માટે અમેરિકા અને ભારતમાં ફિલ્ટરનો સૌથી વધારે ઉપયોગ કરવામા આવે છે. આ સંશોધનમાં ભાગ લેનારા લોકોમાં જર્મનીની વિપરીત, ભારતીય લોકોના બાળકો પર ફિલ્ટરની અસરથી લઈને વધારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ સંશોધન અનુસાર એંડ્રોઈડ યંત્રમાં ફ્રન્ટ કેમેરાથી 70 ટકાથી વધુની તસ્વીરો ખેચાય છે. ભારતીયોમાં સેલ્ફી લેવા અને તેને બીજા લોકો સાથે શેર કરવાનું ખૂબ ચલણ છે. ત્યારે આવા સમયે અન્યો કરતા વધારે સુંદર દેખાવા માટે તેઓ ફિલ્ટરનો ઉપયોગ કરે છે. આ અધ્યયનમાં કહેવાયુ છે કે, ભારતીય મહિલાઓ, ખાસ કરીને પોતાને સુંદર દેખાડવાના ચક્કરમાં ઉત્સાહિત રહે છે. તથા તેના માટે તે ફિલ્ટર એપ તથા એડિટીંગ ટૂલનો ઉપયોગ કરતી હોય છે. તેના માટે પિક્સ આર્ટ તથા મેકઅપ પ્લસનો પણ વધારે ઉપયોગ કરે છે. તો વળી યુવાનોમાં સ્નૈપચૈટનો વધારે ઉપયોગ થાય છે.

મહિલાઓ સૌથી વધારે આગળ

આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, સેલ્ફી લેવા અને શેર કરવામાં ભારતી મહિલાઓ પોતાના જીવનનો મોટા ભાગનો હિસ્સો છે કે, તે પોતાના વ્યવહાર અને ત્યાં સુધી કે, ઘરના અર્થશાસ્ત્રને પણ પ્રભાવિત કરે છે. ઘણી મહિલાઓએ તો કહ્યુ હતું કે, હું જ્યારે પણ સેલ્ફી લેવાનું વિચારુ છું, ત્યારે નવા કપડા પહેરુ છું. આ અધ્યયન દ્વારા જાણવા મળ્યુ છે કે, સેલ્ફી લેવામાં ભારતીય પુરૂષો પણ જરાં પણ પાછળ નથી. પણ ફરક એટલો છે, કે યુવાનોમાં તે કેવા દેખાય છે, તેના કરતા તસ્વીરોમાં પાછળ શું દેખાય છે, તે દેખાડવાનો સૌથી વધારે મહેનત કરતા હોય છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

Pravin Makwana

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!