GSTV

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

ગર્ભનિરોધક

Last Updated on December 1, 2021 by Bansari

દર વર્ષે 1 ડિસેમ્બરે વર્લ્ડ એઇડ્સ ડે (World AIDS Day) ઉજવવામાં આવે છે. આ વખતે એઇડ્સ ડે પર કરવામાં આવેલા સર્વે મુજબ, અમદાવાદ ભારતમાં ગર્ભનિરોધકનો સૌથી ઓછો ઉપયોગ કરતું શહેર છે, જ્યારે સૌથી વધુ ઉપયોગ કરતું શહેર દિલ્હી એટલે કે દેશની રાજધાની છે. આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે લગભગ 57% ભારતીયો કોન્ડોમ જેવા પ્રકારના ગર્ભનિરોધકનો ઉપયોગ કરતા નથી, જેનાથી STD રોગો થવાની શક્યતા વધુ હોય છે.

ગુરુગ્રામ સ્થિત હાઇજિન બ્રાન્ડ પી સેફે તેની પોતાની બ્રાન્ડ ડોમિન સાથે મળીને આ સર્વે હાથ ધર્યો હતો. તમને જણાવી દઈએ કે આ વાત ત્યારે સામે આવી છે જ્યારે UNAIDS એ આગામી 10 વર્ષમાં એઈડ્સના કારણે 7.7 મિલિયન લોકોના મોતની સંભાવના વ્યક્ત કરી છે.

ગર્ભનિરોધક

દિલ્હીમાં જવાબ આપનારાઓની સંખ્યા સૌથી વધુ

આ સર્વેમાં 25381 ભારતીયોએ જવાબ આપ્યો. આ લોકો બેંગ્લોર, અગરતલા, બરેલી, ભોપાલ, મુંબઈ, ચેન્નાઈ, પટના, નોઈડા, વિશાખાપટ્ટનમ, દિલ્હી જેવા મોટા શહેરોના હતા. દિલ્હીમાં જવાબ આપનારાઓની સંખ્યા સૌથી વધુ 4,980 હતી. 70% જવાબ આપનારાઓ 19 થી 29 વર્ષની વયના હતા. 25.8% લોકો 30 થી 49 વર્ષની વય વચ્ચેના હતા. 1.8% લોકો 50 થી 60 વર્ષની વય જૂથના હતા.

જો આપણે કોન્ડોમની પ્રાથમિકતા વિશે વાત કરીએ, તો 56.15% લોકોએ પુરૂષ કોન્ડોમને તેમની પ્રાથમિકતા તરીકે જણાવ્યું, જ્યારે 7.21% લોકોએ મહિલા કોન્ડોમને તેમની પસંદગી તરીકે જણાવ્યું. તેમાંથી 4.14% એવા હતા જેમણે પહેલીવાર મહિલા કોન્ડોમ વિશે સાંભળ્યું હતું.

આટલા લોકો ડેટિંગ એપ્સ તરફ આકર્ષાયા

આ સર્વેમાં ડેટિંગ એપ્સ વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. 64% લોકોએ જવાબ આપ્યો કે તેઓ મહામારીને કારણે પણ ડેટિંગ એપ્સ તરફ આકર્ષાયા નથી. માત્ર 19.74% લોકો ડેટિંગ એપ્સ તરફ આકર્ષાયા હતા. જ્યારે સેક્સ ટોયને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા તો 52% લોકોએ ના પાડી. માત્ર 15.96% લોકોએ હા જવાબ આપ્યો.

ગર્ભનિરોધક

ગુજરાતમાં માત્ર ૨૯% મહિલા, ૩૬% પુરુષ એઇડ્સ વિશે સંપૂર્ણ માહિતગાર

ગુજરાતમાં હાલ અંદાજે ૧.૦૩ લાખ લોકો એઇડ્સની સારવાર હેઠળ છે. આમ, ૧ લાખની વસતીએ સરેરાશ ૦.૯૧૮ વ્યક્તિ એઇડ્સ સંક્રમિત છે. પ્રતિ લાખની વસતીએ સૌથી વધુ લોકો એઇડ્સ સંક્રમિત હોય તેવા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ ૨.૭૦૦, મહારાષ્ટ્રમાં ૩.૨૯૭, કર્ણાટકમાં ૨.૪૭૪, તેલંગાણામાં ૨.૦૭, બિહારમાં ૧.૧૫૪, પશ્ચિમ બંગાળમાં ૧.૪૩૯, ઉત્તર પ્રદેશમાં ૧.૩૪૦ મોખરાના સ્થાને છે. સમગ્ર દેશમાં ૧ લાખની વસતીએ ૨૧થી વધુ વ્યક્તિ એઇડ્સ સામે લડી રહી છે. મેડિકલ સાયન્સે હરણફાળ ભરતાં એઇડ્સથી થતાં મૃત્યુમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૦૫માં ગુજરાતમાં ૩૩૭૧ વ્યક્તિના એઇડ્સથી મૃત્યુ થયા હતા જ્યારે આ પ્રમાણ હવે ઘટીને ૧૮૦૦થી ઓછું થઇ ગયું છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ અનુસાર શહેરી વિસ્તારમાં ૮૭%, ગ્રામ્ય વિસ્તારમાં ૬૮% લોકોએ એઇડ્સ વિશે સાંભળ્યું છે. શહેરી વિસ્તરમાં ૯૫%, ગ્રામ્ય વિસ્તારમાં ૯૦% એઇડ્સથી વાકેફ છે. આ ઉપરાંત માત્ર ૬૭% મહિલા અને ૮૩% પુરુષ એ વાત એ વાતથી વાકેફ છે કે કોન્ડોમના ઉપયોગથી એઇડ્સથી બચી શકાય છે. આ સેમ્પલ સર્વેના તારણ અનુસાર રાજ્યમાં એઇડ્સ અંગેની જાગૃતિમાં ધીરે-ધીરે વધારો થઇ રહ્યો છે.

ગર્ભનિરોધક

આ અંગે ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના એડિશ્નલ પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. રાજેશ ગોપાલે જણાવ્યું કે, ‘ લોકોમાં કઇ રીતે એઇડ્સ અંગે જાગૃતિ વધે તેના માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલિસી પ્રમાણે જે પણ એચઆઇવીમાં હોવાનું નિદાન થાય કે તેની તુરંત જ એઆરટી સેન્ટરમાં સારવાર શરૃ કરી દેવાય છે. સમગ્ર ગુજરાતમાં ૪૫ હજાર એઆરટી સેન્ટરમાં કુલ ૭૨ હજાર એચઆઇવી પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. રાજ્યમાં ૮ એઆરટી સેન્ટર તાજેતરમાં શરૃ કરાયા છે. માત્ર ચાર રીતે એઇડ્સ થઇ શકે છે અને આ ચારેય બાબતમાં તકેદારી રાખવામાં આવે તો એઇડ્સથી બચી શકાય છે તેનાથી લોકોને સતત જાગૃત કરવામાં આવે છે. એઇડ્સ હવે અસાદ્ય બિમારી રહી નથી અને નિયમિત દવા લેવાથી તેનાથી પણ નિયમિત જીવન જીવી જ શકાય છે. કોરોના પિક પર હતો ત્યારે પણ એઇડ્સના દર્દીઓને સમયસર દવા મળતી રહે તેના માટે અમે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. આ ઉપરાંત એચઆઇવી સંક્રમિતને કોરોના વેક્સિન માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ‘

ગુજરાતમાં એઇડ્સની સ્થિતિ

  • : શહેરી વિસ્તારમાં ૮૭%, ગ્રામ્ય વિસ્તારમાં ૬૮% લોકોએ એઇડ્સ વિશે સાંભળ્યું છે.
  • : શહેરી વિસ્તરમાં ૯૫%, ગ્રામ્ય વિસ્તારમાં ૯૦% એઇડ્સથી વાકેફ.
  • : માત્ર ૬૭% મહિલા અને ૮૩% પુરુષ એ વાત એ વાતથી વાકેફ છે કે કોન્ડોમના ઉપયોગથી એઇડ્સથી બચી શકાય છે.
  • : માત્ર ૨૯% મહિલા અને ૩૬% પુરુષને એઇડ્સ વિષે સંપૂર્ણ જાણકારી છે.
  • : સ્વજનને એઇડ્સ થાય તો ૮૬% મહિલા, ૮૮% પુરુષ ઘરમાં જ તેમની સારવાર માટે તૈયાર.
  • : ૭૦% મહિલા-૭૨% પુરુષ એઇડ્સ સંક્રમિત શાકભાજીવાળા પાસેથી ખરીદી કરવા તૈયાર.
  • : પરિવારના સદસ્યને એઇડ્સ થાય તો ૪૮% મહિલા, ૬૭% પુરુષ તેને જાહેર કરતા ખચકાશે નહીં.
  • : ૭૭%નું માનવું છે કે એઇડ્સ થયો હોય તેની સાથે ભેદભાવ રાખવો જોઇએ નહીં અને અન્ય લોકોની સાથે જ ઓફિસમાં કામ કરવા દેવો જોઇએ.

(* નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ના તારણો.)

Read Also

Related posts

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk

પંજાબ ચૂંટણી / સિદ્ધૂ અને ચન્ની વચ્ચે ઝગડો, પછી ED ની રેડ: કેવી રીતે બેકફૂટ પર આવી રહી છે કોંગ્રેસ?

GSTV Web Desk

એક મહિલા પેસેન્જરની જીદના કારણે ૧૨૯ મુસાફરોની વિમાનયાત્રા થઈ રદ્, માસ્ક પહેરવાનો સ્પષ્ટપણે કરી દીધો ઈનકાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!