GSTV

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

Last Updated on June 18, 2021 by pratik shah

કાળા નાણાં સામેની કેન્દ્ર સરકારની લડાઈના પગલે થોડાક વર્ષ માટે સ્વિસ બેન્કોમાં ભારતીયો દ્વારા જમા થતું ભંડોળ ઘટયું હતું. જોકે, હવે તેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. સ્વિસ બેન્કોમાં ભારતીય લોકો અને કંપનીઓનું ભંડોળ વર્ષ ૨૦૨૦માં વધીને ૨.૫૫ અબજ સ્વિસ ફ્રાન્ક (અંદાજે રૂ. ૨૦,૭૦૦ કરોડથી વધુ)થયું છે, જે ૧૩ વર્ષની ટોચે છે. આ આંકડામાં સ્વિસ બેન્કોની ભારત સ્થિત શાખા અને અન્ય નાણાકીય સંસ્થાઓ મારફત જમા કરાવાયેલા ભંડોળનો પણ સમાવેશ થાય છે. સિક્યોરિટીઝ અને અન્ય વિકલ્પો મારફત આ હોલ્ડિંગમાં તીવ્ર ઊછાળો આવ્યો છે. જોકે, ગ્રાહકોની ડીપોઝિટ્સમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે.

આ માહિતી જાહેર કરતાં સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે તેના વાર્ષિક ડેટામાં જણાવાયું હતું કે, અગાઉ સતત બે વર્ષ સ્વિસ બેન્કોમાં ભારતીયોની જમા રકમમા ઘટાડો નોંધાયો હતો. સ્વિસ બેન્કોના ડેટા મુજબ વર્ષ ૨૦૧૯ના અંતમાં સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓનું એકત્રીત ફંડ્સ ૮૯.૯ કરોડ સ્વિસ ફ્રાન્ક (અંદાજે રૂ. ૬,૬૨૫ કરોડ) હતું.

કરોડ

સ્વિસ નેશનલ બેન્ક (એસએનબી)ના ડેટા મુજબ આ પહેલાં વર્ષ ૨૦૦૬માં સ્વિસ બેન્કોમાં ભારતીયોના જમા નાણાં અંદાજે ૬.૫ અબજ સ્વિસ ફ્રાન્કનું વિક્રમી ભંડોળ હતું. ત્યાર પછી આ બેન્કોમાં ભારતીયોના ભંડોળમાં ઘટાડો શરૂ થયો હતો. જોકે, ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૧૭માં એકત્રીત ભંડોળમાં વધારો જોવા મળ્યો હતો તેમ સ્વિસ નેશનલ બેન્ક (એસએનબી)ના ડેટા પરથી જણાયું હતું.

મોદી

એસએનબીના ડેટા મુજબ સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓ દ્વારા વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં કુલ ૨૦,૭૦૬ કરોડ રૂપિયા જમા કરાવાયા છે, જેમાં ૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ભંડોળ કસ્ટમર ડિપોઝીટનું, ૩,૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ અન્ય બેન્કો મારફત, ૧૬.૫ કરોડ રૂપિયા ટ્રસ્ટ મારફત અને લગભગ ૧૩,૫૦૦ કરોડ રૂપિયા બોન્ડ, સિક્યોરિટીઝ અને વિવિધ અન્ય નાણાકીય વિકલ્પોના રૂપમાં આવેલા અન્ય ભંડોળ તરીકે સામેલ છે.

salary

સ્વિસ બેન્કોમાં ‘કસ્ટમર એકાઉન્ટ ડિપોઝીટ’ તરીકે વર્ગીકૃત ફંડ્સ હકીકતે ૨૦૧૯ના અંતે ૫૫ કરોડ સ્વીસ ફ્રાન્ક ઘટયું હતું અને અન્ય બેન્કો દ્વારા રખાયેલા ભંડોળમાં ૮.૮ કરોડ સ્વીસ ફ્રાન્કનો તીવ્ર વધારો જોવા મળ્યો હતો. જોકે, સૌથી મોટો તફાવત ભારતમાંથી ‘ગ્રાહકોના કારણે અન્ય ભંડોળ’માં જોવા મળ્યો હતો, જે ૨૦૧૯ના અંતે છ ગણું વધીને ૨૫.૩ કરોડ સ્વીસ ફ્રાન્ક થયું હતું.  આ સત્તાવાર આંકડા બેન્કોએ સ્વિસ નેશનલ બેન્કને રિપોર્ટ કર્યા છે. જોકે, આ આંકડા કાળા નાણાંના હોવાના સંકેત આપતા નથી. આ આંકડામાં ભારતીયો, એનઆરઆઈ અથવા અન્ય લોકોના થર્ડ કંટ્રી એકમોના નામે સ્વિસ બેન્કોમાં જમા નાણાંનો સમાવેશ કરાયો નથી. એસએનબી મુજબ સ્વિસ બેંકોમાં ભારતીયોના જમા રૂપિયાના આકલનમાં વ્યક્તિઓ, બેંકો અને એન્ટરપ્રાઈઝિસ તરફથી જમા રકમ સહિત સ્વિસ બેન્કોના ભારતીય ગ્રાહકોના બધા જ પ્રકારના ભંડોળને ધ્યાનમાં રખાયું છે. આ ભંડોળમાં ભારતમાં સ્વિસ બેન્કોની શાખાઓના ભંડોળનો પણ સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!