GSTV

Coronaના કારણે વિદેશમાં જીવ ગુમાવી ચુકેલા ભારતીયોના પાર્થિવ શરીરને ભારત લાવવામાં આવી શકે છે, ગૃહ મંત્રાલયે કહ્યું કે…

વિકાસ

Last Updated on April 25, 2020 by Arohi

ગૃહ મંત્રાલયે શનિવારે જણાવ્યું કે કોરોના (Corona) ના કારણે વિદેશમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકો અને ઓસીઆઈ કાર્ડધારકોના પાર્થિવ શરીર પરત ભારત લાવવામાં આવી શકે છે. પરંતુ જાહેર કરવામાં આવેલી સૂચનાઓનું કડકાઈથી પાલન કરવું ખૂબ જરૂરી છે. એક અધિકારીએ કહ્યું કે મંત્રાલયે જણાવ્યું કે એરપોર્ટના અધિકારીઓને આ સંબંધમાં વિવિધ સરકારી એજન્સિઓ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.

Coronaના કારણે વિદેશમાં મૃત્યુ પામેલા ભારતીયોને પરત લાવવામાં આવશે

એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો અને ઓસીઆઈ કાર્ડધારકોના પાર્થિવ શરીરને લાવવાની અનુમતિ છે. અધિકારીએ જણાવ્યું છે કે આ સંબંધમાં સ્વાસ્થ્ય અને વિદેશ મંત્રાલયને કોઈ આપત્તિ નથી. જોકે ગૃહ મંત્રાલયની તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તેનાં સંબંધમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર માનાંક સંચાલન પ્રક્રિયાનું કડક પાલન કરવું જોઈએ.

Corona

Coronaથી મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ લાવવા માટે ગૃહમંત્રાલયના નિયમો

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે જાહેર કરેલા નિયમો વિરૂદ્ધ કોઈ સંદિગ્ધ અથવા પુષ્ટ પાર્થિવ શરીરનો કેસ એરપોર્ટ પર આવે છે તો તેને સંબંધિત એરપોર્ટના સ્વાસ્થ્ય અધિકારીને અમુક પ્રક્રિયાઓનું પાલન કરવાનું રહેશે. અધિકારીઓને મૃત્યુ પ્રમામ-પત્રનુ સત્યાપન કરવાનું રહેશે. મૃત્યુના કારણની પુષ્ટિ કરવાની રહેશે કે તે કોરોના શંકાસ્પદ હતો કે સંક્રમિત. સાથે જ ભારતીય દૂતાવાસો અથવા ઉચ્ચ આયોગો દ્વારા જાહેર કરવામાં આવેલા શવના પરિવહન માટે અનાપત્તિ પ્રમાણ પત્ર પણ આપવાનું રહેશે.

ભારતીય વિમાન નિયમો અનુસાર તાબૂતની પેકિંગનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ જે તેને બહાર લાવવાની અનુમતી મળશે. જો તાબૂતમાં કોઈ પણ પ્રકારનું નુકશાન દેખાય છે તો કર્મચારીઓને વ્યક્તિગત સુરક્ષા સાધનો સાથે તેને હાથ લગાવવો જોઈએ.

Read Also

Related posts

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel

મોટા સમાચાર: બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ફક્ત આટલા વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ગુજરાતની જનતા માટે મોટા સમાચાર: સરકારે આ 3 યોજનાને ભેગી કરીને હવે આ નામ રાખ્યુ છે, ખૂબ જ કામની છે આ યોજના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!