GSTV
Business Trending

ભારતમાં એપ્રિલ મહિના દરમિયાન ક્રૂડ તેલની આયાતમાં અત્યારસુધીનો વિક્રમજનક વધારો, કુલ આયાતમાં રશિયન ક્રુડનો હિસ્સો પાંચ ટકા

એપ્રિલમાં ભારતની ક્રુડ તેલની આયાત વિક્રમી રહી છે. ભારતના રિફાઈનરોએ ગયા મહિને મધ્યપૂર્વ તથા રશિયન ગ્રેડસના ક્રુડ ઓઈલની વધુ આયાત કરી હતી. ભારતની એપ્રિલમાં થયેલી કુલ આયાતમાં રશિયન મૂળના ક્રુડનો હિસ્સો પાંચ ટકા સાથે અત્યાર સુધીનો સૌથી વધુ છે. ૨૦૨૧માં ક્રુડ તેલની આયાતમાં રશિયાના ઓઈલનો હિસ્સો ૧ ટકાથી નીચે રહ્યો હતો એટલું જ નહીં વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પણ આ આંક જ જોવાયો હતો.

ભારતની સીબોર્ન ક્રુડ ઓઈલ આયાત એપ્રિલમાં પ્રતિ દિન ૪૮ લાખ બેરલના આંકને વટાવી ગઈ હતી, જે અત્યારસુધીની સૌથી વધુ છે. મધ્યપૂર્વ તથા રશિયાના ક્રુડ ઓઈલનું વોલ્યુમ કેનેડા, અમેરિકા તથા પશ્ચિમ આફ્રિકા કરતા પણ વધી ગયું હતું. એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના સુત્રોએ જણાવ્યું હતું કે, ઘરઆંગણે માગમાં વધારો અને ઓઈલ પ્રોડકટસની મજબૂત નિકાસને પરિણામે ભારતના ક્રુડ ઓઈલના આયાત વોલ્યુમમાં વધારો થયો છે. 

ઈરાક ભારતનો મુખ્ય પૂરવઠેદાર તરીકે જળવાઈ રહ્યો છે. ઈરાક ખાતેથી પ્રતિદિન આયાત આંક ૧૨ લાખ બેરલ પર સ્થિર રહ્યો હતો. મધ્ય પૂર્વ ખાતેથી  થયેલો વધારો અમેરિકા તથા પશ્ચિમ આફ્રિકામાં થયેલા ઘટાડાને ભરપાઈ કરી શકયો હતો એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. રશિયા ખાતેથી ડિસ્કાઉન્ટમાં મળી રહેતું હોવાથી ભારતના રિફાઈનરો તેના ક્રુડ ઓઈલ માટે વધુ આકર્ષણ ધરાવે છે. રશિયાના યુરલ્સ ક્રુડ માટે ભારત હાલમાં મોટું મથક બની રહ્યું છે. સામાન્ય રીતે આ ક્રુડ યુરોપના રિફાઈનરોને જતું હતું. 

READ ALSO

Related posts

ગેરંટી વિના લોન આપી રહી છે સરકાર, સમયપર ચુકવણી કરવાથી આગળ 5 ગણી વધુ રકમનો મળશે લાભ

HARSHAD PATEL

LPG Subsidy/ સરકાર 9 કરોડ લોકોને આપી રહી છે રાંધણ ગેસ પર સબસિડી, જાણો કેવી રીતે મળશે આ સેવાનો ફાયદો

Binas Saiyed

IBPS RRB Recruitment 2022: દેશભરની ગ્રામીણ બેંકોમાં 8000 થી વધુ જગ્યાઓ ખાલી, અરજી કરવાની આજે છેલ્લી તક

Hemal Vegda
GSTV