GSTV
Gujarat Government Advertisement

Lockdown પૂર્ણ થવાની સાથે જ પરત ફરશે વિદેશોમાં ફસાયેલા ભારતીયો, ખાસ ફ્લાઈટ-હોસ્પિટલની તૈયારી શરૂ

ફ્લાઈટ્સ

Last Updated on April 25, 2020 by Arohi

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન (Lockdown) ના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીઓ સ્વદેશ પરત ફરી શકશે. કેન્દ્ર સરકારે શુક્રવારે તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેના હેઠળ વિશેષ ફ્લાઈટ વિદેશોમાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવામાં આવશે. તે સમયની સ્થિતિથી બચવા માટે ખાસ હોસ્પિટલોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદેશમાં ફસાયા છે હજારો ભારતીયો

જણાવી દઈએ કે 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ્દ કરવાના કારણે વિદેશમાં હજારો ભારતીય ફસાયેલા હતા. તેમને પરત લાવવાની માંગ પણ ઉઠી હતી. જાણકારી અનુસાર લગભગ એક અઠવાડિયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશોમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવા માટે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.

દેશમાં સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં

દેશમાં સૌથી વધારે કોરોના વાયરસનું સંક્રમણ મહારાષ્ટ્રમાં પ્રસર્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસનો આંક 7,000 પર પહોંચવા આવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મુંબઈમાં 4447 કેસ નોધાયા છે. મહારાષ્ટ્રમાં મોતનો આંક પણ 300ને પાર થયો છે. મહારાષ્ટ્રમાં મુંબઈ પછી પુણેમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 1000 પહોંચવા આવી છે. દેશમાં થયેલા કુલ મોત 784 સામે મહારાષ્ટ્રમાં કુલ મોતની સંખ્યા 301 થઈ છે. અર્થાત દેશમાં થયેલા કુલ મોતના 38.39 ટકા મોત ફક્ત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટમાં અને ખાસ કરીને મુંબઈમાં અને પુણેમાં કોરના સંક્રમણ સૌથી વધારે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!