GSTV

આત્મનિર્ભર/દિવાળી પર ભારતીયોએ દેખાડ્યો ‘દેશપ્રેમ’, ચીનને પડ્યો અધધ 400,000,000,000નો ફટકો

ચીન

Last Updated on November 17, 2020 by Bansari

કોરોના સંકટ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે ‘વોકલ ફોર લોકલ’ની અપીલ કરી છે. ખાસકરીને દિવાળી પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને આ તહેવારમાં સ્થાનિક વસ્તુ ખરીદવાની અપીલ કરી હતી. હવે પીએમ મોદીની આ અપીલ પર લોકોએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો. ખાસકરીને આ દિવાળી પર ચીનને વેપાર ક્ષેત્રે મોટો ઝટકો આપ્યો છે.

દેશના લોકોએ દિવાળી પર ચીની સામાનનો જોરદાર બહિષ્કાર કર્યો. વેપારી સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) અનુસાર આ તહેવારની સીઝનમાં વેપારના મોરચે સીધો ચીનને આશરે 40 હજાર કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. આ ફેસ્ટિવ સીઝનમાં લોકોએ ચીની પ્રોડક્ટ્સને ‘ના’ કહી દીધુ છે.

ભારતે ચીનને આપ્યો મોટો ઝટકો

ચીન

કેટના નેતૃત્વમાં દેશભરના વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભર ભારતના આહ્વાનને મજબૂતીથી લાગુ કર્યુ. દિવાળી પર ખરીદ-વેચાણના આંકડા શાનદાર રહ્યા. પરંતુ લોકોએ ચીની પ્રોડક્ટ્સનો ખુલ્લેઆમ વિરોધ કર્યો.

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડલવાલે જાણકારી આપી કે દેશના 20 અલગ-અલગ શહેરોમાંથી મળેલા રિપોર્ટ અનુસાર આ દિવાળીની તહેવારી સીઝન દરમિયાન દેશભરમાં આશરે 72 હજાર કરોડનો વેપાર થયો.  પરંતુ ચીનને સીધો આશરે 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વેપારી સંગઠન કેટ અનુસાર રિટેલ વેપારના વિભિન્ન વર્ગોમાં સારો વેપાર થયો છે. ભારતમા એફએમસીજી પ્રોડક્ટ્સ, ઉપભોક્તા વસ્તુઓ, રમકડા, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, રસોઇનો સામાન, ઉપહારની વસ્તુઓ, મિઠાઇ, નમકીન, ઘરનો સામાન, વાસણ, સોનુ અને ઘરેણા, જૂતા, ઘડિયાળ, ફર્નિચર, કપડા, ઘરની સજાવટનો સામાન, માટીના દિવા સહિત દિવાળીની પૂજાનો સામાન જેવી વસ્તુઓનું વેચાણ સારુ રહ્યુ.

ખાદીનું રેકોર્ડ વેચાણ

સાથે જ આ ફેસ્ટિવ સીઝનમાં ખાદીની પ્રોડક્ટ્સના રેકોર્ડ વેચાણનો આંકડો પણ સામે આવ્યો છે. આ વર્ષે બે ઓક્ટોબર બાદ ફક્ત 40 દિવસોમાં જ દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત ખાદી ઇન્ડિયાના પ્રમુખ આઉટલેટ પર ખાદીના એક દિવસના વેચાણનો આંકડો ચોથી વાર એક કરોડ રૂપિયાને પાર કરી ગયો.

13 નવેમ્બરે આ આઉટલેટનુ કુલ વેચાણ 1.11 કરોડ રૂપિયા રહ્યુ, જે આ વર્ષે કોઇ એક દિવસમાં સૌથી વધુ વેચાણનો આંકડો છે. ખાદીના વેચાણનો આંકડો આ વર્ષે ગાંધી જયંતિએ (2 ઓક્ટોબર) 1.02 કરોડ રૂપિયા અને 24 ઓક્ટોબરે 1.05 કરોડ રૂપિયા અને સાત નવેમ્બરે 1.06 કરોડ રૂપિયા પર પહોંચી ગયો.

Read Also

Related posts

ચોંકાવનારો ખુલાસો / કોરોના દરમિયાન સામાન્ય નાગરિકોને મન ફાવે તેમ લૂંટવામાં આવ્યા, માનવતા થઈ શર્મસાર

Zainul Ansari

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!