GSTV

આર્થિક અસમાનતા: ગરીબ અને તવંગર વચ્ચે ખાઈ વધશે, કોરોનાકાળમાં જ્યાં અમુકને ખાવાના પણ ફાંફા છે, ત્યાં અમુક ભારતીયોની સંપત્તિમાં થયો વધારો

Last Updated on June 16, 2021 by Pravin Makwana

ભારતીયોની સંપત્તિ કોરોના કાળમાં પણ ૧૧ ટકા વધીને ૩.૪ ટ્રિલિયન ડોલર થઈ હોવાનું ગ્લોબલ કન્સલ્ટન્સીએ અંદાજ મૂક્યો છે.ભારતીયોની સંપત્તિ ૨૦૨૦માં ૧૧ ટકાના દરે વધી હતી અને આ દર અગાઉના પાંચ વર્ષના વાર્ષિક વૃદ્ધિદર જેટલો જ છે, એમ બીસીજીએ જણાવ્યું હતું. નાણાકીય સંપત્તિને કુલ સંપત્તિ બાદ વ્યક્તિની જવાબદારીઓ અને રિયલ એસ્ટેટને બાદ કરીને મેળવવામાં આવે છે. તે બાબત નોંધનીય છે કે રોગચાળાના પ્રારંભિક કાળમાં બજારમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ ગયા એપ્રિલથી બજારમાં આવેલી તેજી ચાલુ જ છે. જો કે આ પ્રકારની વૃદ્ધિએ પણ વિવિધ વર્ગોમાં ચિંતા તો પ્રેરી જ છે. 

વર્તમાન વિષમ સંજોગોમાં પણ આવકમાં આ પ્રકારની વૃદ્ધિના લીધે આવક વિસંગતતામાં નોંધપાત્ર વધારો જોવા મળે તેમ મનાય છે. આના લીધે ગરીબો અને ધનિકો વચ્ચેની ખાઈ વધારે પહોળી બનશે. અહેવાલની નોંધ હતી કે આગામી કેટલાક વર્ષોમાં નાણાકીય આરોગ્યના મોરચે ઝડપી વિસ્તરણ જોવા મળી શકે, પરંતુ વિસ્તરણનો દર વર્ષે દસ ટકાથી થોડો હશે અને ૨૦૨૫માં તેનો આંકડો ૫.૫ ટ્રિલિયન ડોલરે પહોંચી જશે. 

કન્સલ્ટન્સી ફર્મે તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કટોકટી પછી સમૃદ્ધિ અને સંપત્તિ સર્જનમાં વૃદ્ધિ જોવા મળશે અને આગામી પાંચ વર્ષમાં તેમા વિસ્તરણ થાય તેવી સંભાવના છે. ભારતમાં ૨૦૨૫ સુધીમાં દસ કરોડ ડોલરની ક્લબમાં જોડાનારાઓની સંખ્યામાં વૃદ્ધિ થશે, આ આંકડો આગામી પાંચ વર્ષમાં બમણો થઈ ૧,૪૦૦નો થઈ જશે. ભારતની તેના અધિકાર ક્ષેત્રની બહારની  નાણાકીય સંપત્તિ નાણાકીય સંપત્તિના ૫.૭ ટકાના દરે વૃદ્ધિ પામી ૨૦૨૦મમાં ૧૯૪ અબજ ડોલર થઈ હતી. હવે તે ૨૦૨૫ સુધીમાં ૬.૩ ટકાના દરે વૃદ્ધિ પામે તેમ મનાય છે. 

એસેટ ફાળવણીના મોરચે જોઈએ તો તેની અડધા ઉપરાંતની સંપત્તિ રોકડ  અને ડિપોઝિટના સ્વરુપમાં છે. તેનાપછી ઇક્વિટી અને જીવન વીમો આવે છે. 

રિયલ એસ્ટેટના સંદર્ભમાં જોઈએ તો ૨૦૨૦માં ભારતીયોની સંપત્તિ વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ ૧૪ ટકા વધીને ૧૨.૪ ટ્રિલિયન ડોલર થઈ હતી. રિયલ એસ્ટેટ સેક્ટર ૮.૨ ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ પામીને ૨૦૨૫ સુધીમાં ૧૮.૫ ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરે તેમ મનાય છે. અહીં રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડયુરેબલ્સ અને કીમતી વસ્તુઓ જેવી કે નોન-મોનેટરી ગોલ્ડ અને બીજી ધાતુઓનો વર્તમાન ભાવે સમાવેશ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Pritesh Mehta

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!