દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. ટ્રમ્પના પ્રવાસને લઇને ભારતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખુદ પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. આ વચ્ચે ભારતીય યુઝર્સ ટ્રમ્પના પરિવાર સાથે સંબંધિત રસપ્રદ સવાલો Googleને પૂછી રહ્યાં છે. તેમાં ટ્રમ્પની દિકરીથી લઇને તેમની પત્ની સાથે જોડાયેલા સવાલ પૂછવામાં આવી રહ્યાં છે. ચાલો તમને જણાવીએ કે આખરે ભારતીયો ઇન્ટરનેટ પર એવા તો કયા સવાલનો જવાબ શોધી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની દિકરીનુ નામ શું છે?
ડોનાલ્ડ ટ્રમ્પની દિકરીનું નામ ઇવાન્કા ટ્રમ્પ છે. ઇવાન્કા પણ ટ્રમ્પની સાથે ભારત પ્રવાસે છે. ઇવાન્કાના પતિ જેરેડ કુશનર પણ તેની સાથે છે. ઇવાન્કા ટ્રમ્પ પ્રશાસનમાં સલાહકાર પણ છે. ઇવાન્કા સૌપ્રથમ 2017માં ભારત આવી હતી. ત્યારે ઇવાન્કા હૈદરાબાદમાં ગ્લોબલ ઇન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા ભારત આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું નામ શું છે?
ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું નામ મેલાનિયા ટ્રમ્પ છે. મેલાનિયા ટ્રમ્પની ત્રીજી પત્ની છે. તેનો જન્મ 1970માં સ્લોવેનિયામાં થયો હતો. તે મોડેલ રહી ચુકી છે. ટ્રમ્પ અને મેલાનિયાએ વર્ષ 2005માં લગ્ન કર્યા હતાં.
ઇવાંકાની ઉંમર કેટલી છે?
ઇવાન્કાનો જન્મ 30 ઓક્ટોબર 1981ના રોજ થયો હતો. તેના પતિનું નામ જેરેડ કુશનર છે.
POTUS શું છે?
President of United Statesનું શોર્ટ ફોર્મ POTUS છે. એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ.
મેલાનિયા ટ્રમ્પની ઉંમર કેટલી છે?
મેલાનિયાનો જન્મ 1970ના રોજ થયો છે. તે અમેરિકાની પ્રથમ મહિલા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ઉમર કેટલી છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન 1946ના રોજ થયો હતો. તે આ સમયે 74 વર્ષ છે.
Read Also
- જાણવા જેવું/ શું તમને ખબર છે કે વિશ્વના કેટલાંક દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી પણ તમે કાર ચલાવી શકો છો!
- આસામ વિધાનસભા ચૂંટણી: ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે થઈ બેઠકોની વહેંચણી, ભાજપના ખાતામાં આવી આટલી સીટો
- અમદાવાદમાં હવસખોરે જાહેર રસ્તા પર જ 16 વર્ષની સગીરાને કિસ કરી લેતા ઓહાપોહ
- જો તમે પણ LICની પોલિસી ધરાવતા હોવ તો ફટાફટ આ કામ પતાવી દો, નહીં તો થશે લાખોનું નુકસાન
- બર્ડ ફ્લૂની દહેશત: અમદાવાદના મરઘા ફાર્મમાં પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ, ઈંડા સહિત ખાદ્ય પદાર્થોનો નાશ કરવા આદેશ