GSTV
Home » News » કરતારપુર કોરિડોર તો ખુલી ગયો, હવે માંગણી થઈ રહી છે પાકિસ્તાનનું આ મંદિર ખોલવાની

કરતારપુર કોરિડોર તો ખુલી ગયો, હવે માંગણી થઈ રહી છે પાકિસ્તાનનું આ મંદિર ખોલવાની

કરતારપુર કોરિડોર ખૂલ્યા બાદથી હવે ભારતમાં એક બીજી માંગણી ઊઠી રહી છે, પાકિસ્તાનમાં હિંદુ સમુદાયના સૌથી મોટા મંદિર કટાસરાજ ખોલવાની માંગણી થઈ રહી છે. પાકિસ્તાન સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, કટાસરાજ મંદિર બહુ જલદી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

કટાસરાજ પાકિસ્તાનના પંજાબના ઉત્તર ભાગમાં નમક કોહ પર્વતની શ્રૃંખલામાં સ્થિત હિંદુઓનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર છે. એ સિવાય બીજાં પણ મંદોરોની શ્રૃંખલા છે જે દસમી સદીનાં જણાવવામાં આવે છે.

આ છે માન્યતા
ઈતિહાસકારો અને પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર, આ જગ્યાને ભગવાન શિવનું નેત્ર માનવામાં આવે છે. જ્યારે દેવી પાર્વતી સતી થયાં ત્યારે ભગવાન શિવની આંખમાંથી બે આંસુ ટપક્યાં. એક આંસુ કટાસ પર પડ્યું જ્યાં અમૃત બની ગયું. આ આજે પણ મહાન સરોવર અમૃત કુંડ તીર્થ સ્થાન કટાસરાજ રૂપે છે અને બીજું આંસુ અજમેર રાજસ્થાનમાં ટપક્યું અને ત્યાં પુષ્કરરાજ તીર્થસ્થાન છે.

કટાસ શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે, હૈકટાસ, જેને આંસુ કહેવામાં આવે છે, જ્યારે ભગવાન શિવ સતી માતાના દુ:ખમાં હતા ત્યારે તેમની આંખમાંથી આંસુ પડ્યાં હતાં, જે આ સરોવરમાં પડ્યાં હતાં. હિંદુ માન્યતા અનુસાર આ સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે,

પાકિસ્તાને ફરી બનાવડાવ્યું હતું આ મંદિર
વર્ષ 2005માં બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ આડવાણી આ પવિત્ર સ્થળના દર્શને ગયા હતા. એ સમયે મંદિરની સ્થિતિ બહુ ખરાબ હતી. જેની ફરિયાદ કરતાં પાકિસ્તાન સરકારે મંદિરને ફરીથી બનાવડાવ્યું હતું.

આ વિસ્તારનું એકમાત્ર હિંદુ પરિવાર
કટાસરાજમાં કુલ 7 મંદિર છે, પરંતુ માત્ર આ શિવ મંદિરને જ કાર્યાત્મક રાખવામાં આવ્યું છે. અહીં રહેતો કિશોર છેલ્લાં 26 વર્ષથી કટાક્ષમાં નોકરી છે. આ વિસ્તારમાં તેમનો એકનો જ પરિવાર હિંદુ છે, જે રોજ મંદિરમાં આરતી કરે છે. શિવરાત્રીના દિવસે મંદિરની રોનક અદભુત હોય છે.

Related posts

મંદીના પણ સારા દિવસો : ત્રીજા કવાર્ટરમાં જીડીપી 4.7 ટકા, સાત વર્ષની નીચલી સપાટીએ

Bansari

રાકેશ અસ્થાનાની સામે લાંચ કેસમાં પુરતા પુરાવા હોવા છતાં આપવામાં આવી ક્લિનચીટ, સીબીઆઈ કોર્ટમાં ઘટસ્ફોટ

Arohi

પુરુષોને પણ સતાવે છે ડાર્ક સર્કલની સમસ્યા, આ રીતે મેળવો છૂટકારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!