GSTV
Gujarat Government Advertisement

લાઈનો ટાળો/ ગુજરાતમાં યુવાઓને જૂન સુધી નહીં મળે રસી : સરકારે 3 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો પણ આ કારણોસર થશે વિલંબ

Last Updated on May 13, 2021 by Pritesh Mehta

ગુજરાત સરકારે કોવિશિલ્ડ રસીના ૨.૫૦ કરોડ અને કોવેકિસનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. મે મહિનાના બાકીના ૧૫ દિવસમાં ૪૫થી વધુની વયના લોકોને બીજો ડોઝ આપવા પર ફોકસ કરવાનું કહેવાયું છે. ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે ૧૮થી ૪૪ વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રસી કેંદ્ર સરકાર પાસેથી મેળવીને સરકાર ફ્રીમાં આપી રહી છે પરંતુ સમગ્ર રાજયમાં ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ છે.

વેક્સિન રસી

ગુજરાત સરકારે કોવિશિલ્ડ રસીના ૨.૫૦ કરોડ ડોઝ તેમજ કોવેકિસનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. પરંતુ તે મુજબનો સપ્લાય મે મહિનામાં આવે તેવું સંભવ લાગતું નથી. એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમિત અમદાવાદ સહિતના સાત મહાનગરો તેમજ ભરૂચ, મહેસાણા, કચ્છ જિલ્લામાં રજિસ્ટ્રેશનના આધારે સ્લોટ ફાળવીને મર્યાદિત સંખ્યામાં ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે.

વેક્સિન

જે અંતર્ગત મંગળવાર (૧૧ મે) સુધીમાં કુલ ૩,૫૩,૨૯૩ લોકોને રસી આપવામાં આવી છે.  મળેલી આધારભૂત માહિતી પ્રમાણે, સીરમ ઈન્સ્ટીટયુટને ૨.૫૦ કરોડ ડોઝ માટે ઓર્ડર આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. પરંતુ હાલ આ કંપની પાસે કેંદ્ર સરકાર ઉપરાંત અન્ય રાજ્યોનાં પણ ઓર્ડર છે. આ જ રીતે ભારત બાયોટેક નિર્મિત કોવેકિસનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે અને તેની ઉપલબ્ધતા પણ વિલંબમાં છે. એટલે હાલ કેંદ્ર સરકાર દ્રારા આઠ રાજ્યોને અપાતા કવોટામાં ગુજરાતને દર ચાર દિવસે મળતી વેકિસનમાંથી ૧૦ મહાનગરો–જિલ્લામાં રસી અપાઈ રહી છે.

આ પ્રક્રિયા મેના અતં સુધી ચાલુ રહેશે. એ દરમિયાન બંને કંપનીઓ પાસેથી જેમ–જેમ સ્ટોક મળતો જશે તેમ તેમ અન્ય જિલ્લાઓમાં રસીકરણની કામગીરી ગોઠવાશે. દરમિયાન, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં જ દેશના જુદા જુદા રાજયોમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન હાલ રાજ્યો પાસે ઉપલબ્ધ રસીના સ્ટોકની વિગતો લેવાઈ હતી તેમજ બગાડ અટકાવવા પર ખાસ ભાર મૂકાયો હતો. હવે ૧૫થી ૩૧ મે માટે ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે ચાલી રહેલા રસીકરણ માટે કેટલો સ્ટોક જોઈશે તેનો અંદાજો કેંદ્ર મોકલી આપવાનું જણાવાયું છે. આ જરૂરિયાતના આધારે કેંદ્ર સરકાર દ્રારા ગુજરાતને મોકલી અપાશે.

હાલ રાજ્ય પાસે ૮,૩૨,૩૯૮ ડોઝનો સ્ટોક છે. ત્રણ દિવસમાં નવો સ્ટોક આવશે. આ સ્ટોક ચારેક દિવસ ચાલે તેમ છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, હવે દરેક રાજયોએ ખાસ કરીને ગુજરાત જેવા રાજયમાં જ્યાં સંક્રમણ વધારે ફેલાયું છે એ સ્થિતિમાં ૪૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓને મહત્તમ રસી અપાય તેના પર ધ્યાન કેંદ્રિત કરવાનું રહેશે. સાથે જ આ વયજૂથના જે લોકોને પહેલો ડોઝ અપાયો છે તેમને બીજા ડોઝ આપવાનો સમય થયો હોવાથી સ્થિતિને ધ્યાનમાં લઈને ૧૫ મેથી ગુજરાતને મળનારી રસીના ૭૦ ટકા ડોઝ ૪૫ વર્ષથી ઉપરના લોકોને બીજો ડોઝ આપવામાં વપરાય તેવું પ્લાનિંગ કરવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!