GSTV

ભારતીય સેનાએ રચ્યો ઈતિહાસ, LOC પર પ્રથમ વખત મહિલા સૈનિક તૈનાત

પહેલીવાર ભારતીય સેનાએ કાશ્મીરમાં નિયંત્રણ લાઇન પર પોતાની મહિલા સૈનિકોને તૈનાત કરી છે. અસમ રાઇફલ્સની આ મહિલા સૈનિકોને ઉત્તર કાશ્મીરમાં LOCની બાજુમાં આવેલા કુપવાડામાં તૈનાત કરવામાં આવી છે. મહિલા સૈનિકોની તૈનાતી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે લદ્દાખમાં ભારત અને ચીનની સેના સામ-સામે ઉભી છે. બીજી તરફ પાકિસ્તાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ઘૂસણખોરીના પ્રયાસોમાં લાગેલું છે.

બંદૂક પકડીને મહિલા સૈનિકો જોવા મળી રહી છે

આસામ રાઇફલની મહિલા સૈનિકોએ LOCતરફ આવતા-જતાં માર્ગો પર નજર રાખી છે અને દુશ્મનના દરેક કાવતરાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા નજીક દુર્ગમ વિસ્તારોમાં પહેલી વાર બંદૂક પકડીને મહિલા સૈનિકો જોવા મળી રહી છે. જોકે CRPFની મહિલા કોર્પ્સ બે દાયકાથી પોસ્ટ કરવામાં આવી છે.

હથિયારો અને ડ્રગ્સની દાણચોરી અટકાવવામાં મદદરૂપ

લાઇન ઓફ કન્ટ્રોલ પર મહિલા સૈનિકોની તૈનાતી અંગે આર્મીનું કહેવું છે કે આ મહિલા સૈનિકોનો સહયોગ સરહદ પારથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરી અટકાવવામાં ખૂબ મદદરૂપ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી, આતંકી સંગઠનો હથિયારોની દાણચોરી અને ડ્રગની હેરાફેરી માટે મહિલાઓનો સહારો લઈ રહ્યા છે. આ મહિલા સૈનિકો મહિલાઓને શોધી શકે છે.

એડવાન્સ પોસ્ટ પર આવ્યા હતા

મહિલા સૈનિકોની એક ટુકડી LOCને અડીને આવેલાં ટંગડાર-ટીટવાલ માર્ગ અને એક સાધના ટોપ પર પડતાલ પોસ્ટમાં તૈનાત છે. થોડા દિવસો પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ આ પોસ્ટથી લગભગ 15 કિલોમીટર દૂર ટેકરી પર સ્થિત એડવાન્સ પોસ્ટ પર આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ તપાસી હતી.

સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે

Loc પર તૈનાત ભારતીય મહિલા સૈનિકોનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમનો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને તમારી ઉપર ગર્વ છે.

READ ALSO

Related posts

Breaking : મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબર, ઘઉં, ચણા અને રાઈના ટેકાના ભાવમાં થયો મોટો વધારો

Pravin Makwana

રાહત પેકેજઃ ખેડૂતોને હેક્ટરદીઠ કેટલો મળશે લાભ, કેવી રીતે છે અરજી સહિતની પ્રક્રિયા… તમે જાણવા માગો છો તે બધું….

Karan

મકાન માલિક પર ગાળીયો કસાસે, ભાડુઆત પાસેથી નહી લઈ શકે વધારે વિજળી બિલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!