ક્રિકેટર મિતાલી રાજના કોચ પવાર પર ગંભીર આક્ષેપ, કર્યા અનેક સનસની ખુલાસા

વર્લ્ડ ટી-20ની ફાઇનલમાં મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં તક નહીં આપવાનો મામલો હવે ગંભીર બની રહ્યો છે. મિતાલી રાજે મહિલા ટીમના કોચ રમેશ પવાર ઉપર સનસનીખેજ આરોપો લગાવ્યા છે અને દાવો કર્યો હતો કે કોચ રમેશ પોવારે તેનું અપમાન કર્યું હતું.

મિતાલી રાજે બીસીસીઆઈને એક પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે, તેમનો હરમનપ્રીત કૌર સાથે કોઈ વાદવિવાદ નથી પરંતુ તે કોચ રમેશ પવારના નિર્ણય સાથે હતી. રમેશ પવારે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી દૂર રાખવાનો નિર્ણય લીધો હતો અને હરમનપ્રીતે તેમના આ નિર્ણયનું સમર્થન કર્યું હતુ.

મિતાલીએ કહ્યું કે તે દેશને વિશ્વકપ અપાવવા માંગતી હતી એટલે મને આ બાબતનું ઘણું દુઃખ થયું છે. અમારા હાથમાંથી એક સુવર્ણ તક ચાલી ગઈ. મિતાલી રાજે COA સભ્ય ડિયાના ઈદુલજી ઉપર પણ ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. મિતાલીએ લખ્યું છે કે તે આવું લખીને મોટું જોખમ ખેડી રહી છે, પરંતુ ડિયાના ઈદુલજી સીઓએની સભ્ય છે અને હું માત્ર એક ખેલાડી છું.

મિતાલીએ કહ્યું કે તેણે સેમિ ફાઇનલ પહેલા સતત બે અડધી સદી લગાવી હતી એટલું જ નહીં મને પ્લેયર ઓફ ધ મેચ મળ્યો હતો આમ છતાં મને સેમિફાઈનલથી બહાર રાખવામાં આવી હતી. ટીમ ઇન્ડિયા સેમિફાઇનલની મેચ ઈંગ્લેન્ડ સામે હારી જતા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું અને આ ટૂર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાએ ચેમ્પિયન બન્યું હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter