GSTV
Home » News » વિશ્વમાં ભારતીય મહિલાઓનો ડંકો, ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં થયો સમાવેશ

વિશ્વમાં ભારતીય મહિલાઓનો ડંકો, ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં થયો સમાવેશ

ફોર્બ્સે મંગળવારે અમેરિકાનું રિચેસ્ટ સેલ્ફ મેડ વુમન-2019નું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પોતાના દમ પર સફળ અમેરિકાની 80 અમીર મહિલાઓમાં ત્રણ ભારત મૂળની છે.

મુળ ભારતની જયશ્રી ઉલાલ, નીરજા સેઠી અને નેહા નરખેડે છે. કોમ્પ્યૂટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના 58 વર્ષના પ્રેસિડન્ટ અને CEO જયશ્રી ઉલાલ લિસ્ટમાં 18માં નંબરે છે. તેમની નેટવર્થ 140 કરોડ ડોલર (રૂ.9660 કરોડ) છે. ઉલાલ પાસે અરિસ્તાના 5 ટકા શેર છે.

IT કન્સલ્ટિંગ એન્ડ આઉટ સોર્સિંગ ફર્મ સિંટેલના 64 વર્ષના કો-ફાઉન્ડર નીરજા સેઠી અમેરિકાના રિચેસ્ટ સેલ્ફ મેડ વુમન લિસ્ટમાં 23માં નબંરે છે. તેમની નેટવર્થ રૂ.100 કરોડ ડોલર (6900 કરોડ રૂપિયા) છે. સ્ટ્રીમિંગ ડેટા ટેક્નોલોજી એન્ડ આઉટ સોર્સિંગ ફર્મ સિંટેલના34 વર્ષના કો-ફાઉન્ડર નેહા નરખેડે 60માં ક્રમે છે.

તેમની નેટવર્થ 36 કરોડ ડોલર (2484 કરોડ રૂપિયા) છે. 2.5 અબજ ડોલર વેલ્યુએશન વાળી કોફ્લુઅન્ટના ગ્રાહકોમાં ગોલ્મૈન સૈક્શ, નેટફ્લિક્સ અને ઉબેર જેવી કંપનીઓ સામેલ છે.

ઉલ્લેખનિય છેકે આ લિસ્ટમાં પહેલું નામ ABC સપ્લાય કંપનીના પ્રમુખ ડાએન હેન્ડરિક્સનું છે. 72 વર્ષના હેન્ડરિક્સની નેટવર્થ 7 અબજ ડોલર (48,300 કરોડ રૂપિયા) છે. ABC સપ્લાય અમેરિકામાં કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા સામાનની મુખ્ય હોલસેલ ડિસ્ટ્રીબ્યૂટર કંપની છે. બીજા નંબરે ઈ-બેના CEO 62 વર્ષના મેગ વાઈટમેન છે.

તેમની નેટવર્થ 3.8 અબજ ડોલર (26,220 કરોડ રૂપિયા) છે. ત્રીજા નંબરે લિટિસ સીરજ્સ પિત્ઝાના કો-ફાઉન્ડર મેરિયન ઈલિચ છે. તેમની નેટવર્થ 3.7 અબજ ડોલર (25530 કરોડ રૂપિયા) છે. 

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!