GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

દુબઈમાં હિપ રિપ્લેસમેન્ટ માટે ગયેલી મહિલા શેફનું સર્જરી બાદ થયું મોત

Betty Rita Fernandes

ભારતીય મહિલા શેફ હિપ રિપ્લેસમેન્ટ માટે દુબઈ ગઈ હતી. ગલ્ફ મીડિયાના અહેવાલ અનુસાર, મહિલાનું નામ બેટી રીટા ફર્નાડિસ છે અને તે બે બાળકોની માતા પણ છે. 9મે 2019ના રોજ 42 વર્ષની આ મહિલા હિપ રિપ્લેસમેન્ટ સર્જરી માટે દુબઈની અલ જહરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સર્જરી પછી કોમ્પ્લિકેશનના કારણે તેનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, જન્મથી જ મહિલાના હિપ યોગ્ય જગ્યા પર નહોતા.

મહિલાના પરિવારજનોનું કહેવું છે કે મહિલાએ દુબઈના અલ જહરા હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન સમહિ તારાબીચી પાસેથી તેના હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. રીટા ફર્નાડિઝ મુંબઈની રહેવાસી છે. 9 મેના રોજ તેને હિપ સર્જરી માટે દુબઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા શેફ હતી અને તે બેટી કેક ટેલ્સ નામનો સ્ટોર ચલાવતી હતી. મહિલાના મૃત્યુ પછી તેના પતિએ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરી હોવાની વાત બહાર આવી છે.

જ્યારે તપાસ દુબઈ હેલ્થ સત્તાવાળા તપાસ કરી રહ્યા છે. દુબઈ હેલ્થ ઓથોરિટી (DNA)આ બાબત સાથે જોડાયેલા દરેક નાના-મોટા પાસાની તપાસ કરી રહ્યા છે. હોસ્પિટલના ચીફ એક્ઝક્યૂટિવ ઓફિસર મોહાયેમ અબ્દેલગનીએ જણાવ્યું કે, 9 મેના દિવસે અલ જહરા હોસ્પિટલમાં બેટી રીટા ફર્નાડિસનું સર્જરી પછી મોત નીપજ્યું હતું. અમે આ મહિલાના પરિવારવાળાને જાણ કરી દીધી છે. નિવેદનમાં એવું નોંધાયું છે કે આ કેસની તપાસ હોસ્પિટલ દુબઈ હેલ્થ ઓથોરિટી(DNA)અને સંયુક્ત કમિશન ઈન્ટનેશનલ(JCI)ના નિયનો અનુસાર કરવામાં આવી છે.

Read Also

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!