GSTV
Gujarat Government Advertisement

ડે-નાઇટમાં રમવું છે મુશ્કેલ, તો પણ ચેલેન્જ માટે તૈયાર છે રિશભ પંત

Last Updated on December 14, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટ ટીમ 17મી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે ડે-નાઇટ ક્રિકેટ ટેસ્ટ રમશે. આ અગાઉ ભારતે ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામે ત્રણ દિવસની વોર્મ અપ મેચ રમી હતી જે ફ્લડ લાઇટ હેઠળ જ રમાઈ હતી. આમ ભારતને તેના દ્વારા પ્રેક્ટિસ મળી ગઈ હતી. સિડની ખાતે રમાયેલી ત્રણ દિવસીય વોર્મ અપ મેચમાં આક્રમક સદી ફટકારનારા રિશભ પંતે જણાવ્યું હતું કે એ મેચ દ્વારા મારામાં આત્મવિશ્વાસનો વધારો થયો છે. આક્રમક બેટિંગ કરવાથી મને પિંક બોલમાં રમવા પર હવે વધારે વિશ્વાસ બેસી ગયો છે.

73 બોલમાં સદી ફટકારી

આ વર્ષે યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાયેલી આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન રિશભ પંત ફોર્મ હાંસલ કરવા માટે ઝઝૂમતો રહ્યો હતો. જોકે શનિવારે તેણે ઓસ્ટ્રેલિયા-એ સામેની મેચમાં માત્ર 73 બોલમાં સદી ફટકારીને ઝંઝાવાત સર્જયો હતો. ભારતીય ટીમ હવે 17મીથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમી રહ્યું છે ત્યારે ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકેની સ્પર્ધામાં પંત અને રિદ્ધિમાન સહા છે. આ સંજોગોમાં બે દિવસ અગાઉની સદી સાથે પંત આગળ નીકળી ગયો છે.

વિકેટ પર ટકી રહેવા માગતો હતો

રિશભ પંતે જણાવ્યું હતું કે શનિવારે હું બેટિંગમાં આવ્યો ત્યારે ઘણી ઓવર બાકી હતી. હું હનુમા વિહારી સાથે મળીને મોટી ભાગીદારી કરવા માગતો હતો. હું વિકેટ પર ટકી રહેવા માગતો હતો. મેં ધીમે ધીમે આત્મ વિશ્વાસ હાંસલ કરી લીધો હતો.
પંતે ઉમેર્યું હતું કે આ સદીથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. એક મહિનાથી ઓસ્ટ્રેલિયામાં છું પરંતુ ફિટ નહીં હોવાથી પહેલી વોર્મ અપ મેચ રમી શક્યો ન હતો. આ મેચમાં પહેલા દાવમાં મને લાગે છે કે હું લેગબિફોર ન હતો પરંતુ કમનસીબ રહ્યો અને મને આઉટ આપી દેવામાં આવ્યો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!