GSTV
Home » News » ભારતીય ક્રિકેટ ટીમનાં આ દિગ્ગજ ક્રિકેટરે લીધો સન્યાસ, હવે નહીં દેખાય મેદાન પર

ભારતીય ક્રિકેટ ટીમનાં આ દિગ્ગજ ક્રિકેટરે લીધો સન્યાસ, હવે નહીં દેખાય મેદાન પર

ભારતીય ક્રિકેટ ટીમનાં સર્વશ્રેષ્ઠ ફીલ્ડરોમાં શુમાર રહેલા એવાં બોલર મોહમ્મદ કૈફે ભારત માટે અંતિમ મેચ રમ્યાને અંદાજે 12 વર્ષ બાદ આજે દરેક પ્રકારનાં પ્રતિસ્પર્ધી ક્રિકેટને અલવિદા કહી દીધી છે. 37 વર્ષનાં કૈફે 13 ટેસ્ટ, 125 વન-ડે રમી હતી અને તેઓને લાડર્સ પર 2002માં નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલમાં 87 રનની મેચ જીતાડનાર માનવામાં આવે છે.

કૈફે બીસીસીઆઇનાં કાર્યવાહક અધ્યક્ષ સી કે ખન્ના અને કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને ઇ મેઇલ પણ મોકલીને કહ્યું કે,”હું આજે દરેક પ્રકારની પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સન્યાસ લઇ રહ્યો છું.” આ સિવાય કૈફે પોતાનાં ટ્વિટર પર પણ સંદેશ આપીને એવી જાહેરાત કરી છે કે, 13 જુલાઇનાં રોજ આ જાહેરાત કરવાનું કારણ છે. આપણાં દરેકનાં વ્યવસાયિક જીવનમાં એવો સમય આવે છે કે જે આપણાં માટે એક ઓળખ બની જાય છે.

11 વર્ષની ઉંમરમાં કાનપુરનાં ગ્રીનપાર્ક હોસ્ટેલથી પોતાનાં કેરિયરને આગળ વધારનાર કૈફ વિશ્વ કપ 2003માં ફાઇનલ રમાનાર ભારતીય ટીમનો ભાગ હતો. યુવરાજ સિંહ સાથે તેઓ અંડર 19 ક્રિકેટથી નામ મેળવ્યું હતું. તેઓએ જણાવ્યું કે,”13 જુલાઇ 2002 સૌથી અલગ હતું. વીરૂ, સચિન પાજી, દાદા અને રાહુલ પવેલિયન પરત ફરી ચૂક્યાં હતાં અને 326 રન પણ અસંભવ લાગી રહ્યાં હતાં.”

કૈફે વધુમાં એમ જણાવે છે કે,”મારા ખુદનાં પરિવારે મેચ છોડીને ફિલ્મ શરૂ કરી દીધી અને બાકીની મેચ જોઇ જ નહીં. મને અને યુવરાજને કોઇએ જોયાં જ ન હોતા કે અમે હારવાના છીએ કે અમે જીતવા માટે રમીએ છીએ.”

ઉત્તર પ્રદેશનાં માટે રણજી ટ્રોફી જીતનાર કૈફે અંતિમ પ્રથમ શ્રેણી મેચ છત્તીસગઢને માટે રમી હતી. ઉલ્લેખનીય છે કે કૈફે 13 ટેસ્ટમાં 32ની એવરેજથી 2753 રન બનાવ્યાં હતાં. ત્યાં જ બીજી બાજુ 125 વનડેમાં તેઓની એવરેજ 32ની રહી હતી. કૈફ હિન્દી ક્રિકેટ કમેન્ટેટરનાં રૂપમાં પણ કેરિયરની બીજી શરૂઆત કરી ચૂકેલ છે.

Related posts

દિશા પટણીએ ખરીદી આટલી મોંઘીદાટ SUV કાર , હોશ ઉડાવી દે એવી છે કિંમત

Bansari

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશી આપે તેવો બની રહેશે, તમારું રાશિ ભવિષ્ય શું કહે છે જાણો?

Dharika Jansari

ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાલખી યાત્રા, કરોડો રૂપિયાની લાગી બોલી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!