GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મોદી સરકારની વાહવાહી છોડો : ચીન નહીં ભારત પણ 1.5 કિલોમીટર પોતાની સરહદમાં પાછળ હટ્યું, હવે અહીં જઈ પણ નહીં શકે સૈનિકો

ભારત અને ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની વાતચીત બાદ ગલવાના ઘાટીમાં સંઘર્ષવાળી જગ્યાએથી ભારતીય સૈનિકો પણ 1.5 કિમી પાછળ હટી ગયા છે. એક અંગ્રેજી અખબારે ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. દરમિયાન લશ્કરી સૂત્રોએ એમ પણ કહ્યું છે કે કરાર હેઠળ બંને પક્ષો વિવાદિત વિસ્તારોથી 1 થી 1.5 કિમી દૂર પોતાની જગ્યા લેશે. જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તે પછીથી જ બંને દેશોના સૈન્ય આગળની દિશા નક્કી કરવા માટે ફરીથી વાતચીત શરૂ કરશે. અજિત ડોવલ અને વાંગ યી ની વીડિયો કોન્ફરન્સિંગ પછી ચીને પોતાના સૈનિકોને 1.5 કિમી પાછળ હટાવવાની શરૂઆત કરી દીધી છે.

30 દિવસો સુધી આ વિસ્તારમાં નહીં જઈ શકે

અત્યાર સુધીમાં ભારતીય સૈનિકો પેટ્રોલિંગ પોઇન્ટ 14 સુધી જઈને ધ્યાન રાખી રહ્યા હતા. જ્યાં 15 જૂને ચીની સૈનિકો સાથે લોહિયાળ અથડામણ થઈ હતી. 30 જૂને કમાન્ડર કક્ષાની બેઠકમાં થયેલી સમજૂતી મુજબ હવે ભારતીય સૈન્ય આગામી 30 દિવસ સુધી ત્યાં સુધી નહીં જઈ શકે. અધિકારીઓના કહેવા પ્રમાણે આ ચિંતાનો વિષય છે કારણ કે ચીની સૈનિકોએ લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેમનું કહેવું છે કે જો તેનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ભારત આ વિસ્તારમાં પેટ્રોલિંગનો પોતાનો અધિકાર કાયમ માટે ગુમાવી શકે છે.

અથડામણ થઈ હતી તે 3.5થી 4 કિમી વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો

અધિકારીએ જણાવ્યું છે કે, ભારતે પેટ્રોલિંગ પોઇન્ટ 14 સુધી એક રસ્તો બનાવી લીધો છે. જ્યાં લોહિયાળ અથડામણ થઈ હતી. અહીંથી સૈન્ય તેમનું પેટ્રોલિંગ શરૂ કરતા હતા. હવે કરાર અનુસાર ભારત હવે ત્યાં પેટ્રોલિંગ કરી શકશે નહીં. ડર છે કે આ વ્યવસ્થા 30થી વધારીને ક્યાંક કાયમી ન કરી દેવામાં આવે. અધિકારીએ કહ્યું કે, 15 જૂનના થયેલા સંઘર્ષની જગ્યાની આસપાસ 3.5થી 4 કિમી વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલા માટે હવે ગલવાનમાં બંને દેશો તરફથી 30થી વધારે સૈનિકો નહીં રહી શકે. બંને સૌનિકો વચ્ચે 3.6થી 4 કિમી.નું અંતર સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ બંને બાદ બંને તરફથી 1 – 1 કિમી દૂર 50-50 સૈનિકો રહી શકે છે. અર્થાત કુલ 6 કિમીના વિસ્તારમાં એક બાજુથી 80થી વધુ સૈનિકો નહીં રહી શકે.

લદ્દાખ

બંને તરફથી સૈન્યને પાછા ખેંચવાની કામગીરી ચાલુ

અધિકારીએ જણાવ્યું હતું કે, 30 જૂને કમાન્ડર-સ્તરની વાટાઘાટો દરમિયાન એક મોટી સમજૂતી – કરાર થયો હતો કે ભારતીય અને ચીની સૈન્ય એકબીજાની નજીક આંખોમાં આંખો રાખીને ઊભા નહીં રહી શકે. તેમની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 3.5 કિ.મી. રહેશે. દરમિયાન લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે ભારત-ચીની સેનાએ હોટ સ્પ્રિંગ્સ અને ગોગરાથી પોતાના સૈનિકો પરત ખેંચવાની શરૂઆત કરી હતી. બંને સ્થળોએથી સૈન્યની પાછા ખેંચવાની કામગીરી થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે. ગઈકાલથી ચીની સેનાએ પણ તેમના તંબુ ઉતારવાનું શરૂ કર્યું હતું.

READ ALSO

Related posts

દિલ્હીમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાની કરાઈ કરપીણ હત્યા, સમગ્ર પરિવારને પણ માર્યો ઢોરમાર

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan
Do NOT follow this link or you will be banned from the site!